વીડિયો વાયરલ થયા બાદ સચિન તેંડુલકરે લોકોને સતર્ક કર્યા
(જી.એન.એસ),તા.૧૬
સચિન તેંડુલકરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક એપને પ્રમોટ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સચિન તેંડુલકર કહી રહ્યા છે કે, હાલમાં તેમની દીકરી એક ગેમ રમી રહી છે, જે ખુબ જ પોપ્યુલર છે. આ ગેમનું નામ ‘સ્કાયડ એવિએટર ક્વેસ્ટ’ એપ છે. આમાંથી તે દરરોજ 1.80 લાખ રૂપિયા કમાય છે. ત્યાર બાદ તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે કે ,હવે પૈસા કમાવવાનું કેટલું સરળ બની ગયું છે. આ ફેક વિડિયોમાં સચિનને એવું કહેતા પણ બતાવવામાં આવ્યા હતા કે સ્કાયડ એવિએટર ક્વેસ્ટ એપ ડાઉનલોડ કરવી બિલકુલ ફ્રી છે, કોઈપણ iPhone યૂઝર તેનો ઉપયોગ કરી શકે છે. આવા કોઈપણ વીડિયો પર વિશ્વાસ કરતા પહેલા ચેતી જજો, નહીંતર તમને મોટું નુકસાન શકે છે.
આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે, તેને ડીપફેક ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે. તેથી આ વીડિયો પર બિલકુલ વિશ્વાસ ન કરો, નહીં તો તમે મોટા કૌભાંડનો શિકાર બની શકો છો અને તમારું એકાઉન્ટ સાફ થઈ શકે છે. સચિને ખુદ પોતાના ટ્વિટર પર આ વીડિયો શેર કરીને લોકોને એલર્ટ કર્યા છે. સચિન તેંડુલકરે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ વીડિયો ફેક છે અને લોકોને છેતરવા માટે બનાવવામાં આવ્યો છે. ટેક્નોલોજીનો આ પ્રકારનો દુરુપયોગ ખોટો છે. આપ સૌને વિનંતિ છે કે, જો તમે આવા વિડીયો, એપ્સ કે જાહેરાતો જુઓ તો તરત જ તેની જાણ કરો. તેમણે આગળ લખ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાવચેત રહેવું જોઈએ. તેમની સામે થયેલી ફરિયાદ પર જલદી કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે, જેથી ખોટી માહિતીને અટકાવી શકાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.