લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગેનો ભેદ ઉકેલાયો
(જી.એન.એસ),તા.૧૫
અમરેલી,
અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે.. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા.. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. ગત તારીખ 12 ની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.. જેમા એક દંપતિ અને એક આઠ વર્ષની કિશોરી ના મૃતદેહો હતા.. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા.. જેમા ત્રણેય ની હત્યા થઈ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.. અને આજે હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે.
હત્યા કરવા પાછળનું ચોકાવનારૂ કારણ બહાર આવ્યું છે.. થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડ ના મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયાની દિકરીનુ બીમારી સબબ અવસાન થયું હતું.. પરંતુ ભુરા મોહનને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતિ એ તાંત્રિક વિધિ કરી હતી જેના કારણે મૃત્યુ થયું હતું. બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપતી ની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ગત દસ તારીખની રાત્રે ચાર લોકો બબલુ ઉર્ફે પ્યાર સિંહ ભુરસિંહ વસુનીયા, મેર સિંહ તીનચીયા પારદીયા, ઈન્દ્ર કિશન વસુનીયા અને ભુરા મોહન બામનીયા લાલાવદરની સીમમાં પહોંચ્યા હતા અને દંપતિ ની ગળુ દબાવી ને હત્યા કરી હતી. જોકે ત્યા હાજર રહેલી એક આઠ વર્ષની કિશોરીએ આ હત્યા તેમની નજર સામે જોઈ હતી અને હત્યારાઓ ને ઓળખી જતા તેમની પણ હત્યા કરી અને ત્રણેય લાશોને કુવામાં ફેંકી દીધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.