Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ ૯ લોકોને અસર, બેના મોત

ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ ૯ લોકોને અસર, બેના મોત

22
0

ત્રણ લોકોને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા

 FSL રિપોર્ટમાં ઈથેનોલનું પ્રમાણ 22.6% હોવાનું સામે આવ્યું

પોલીસે ચાર ગુના દાખલ કરી પાંચ લોકોને રાઉન્ડ અપ કર્યા

(જી.એન.એસ)તા.૧૫

ગાંધીનગર,

ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થયા છે. લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ભૂખ્યા પેટે વધુ પડતો દારૂ પીવાથી મૃત્યુ થયું હોય છે. FSL રિપોર્ટમાં ઈથેનોલનું પ્રમાણ 22.6% હોવાનું સામે આવ્યું  છે. સાથે જ રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ 0 ટકા હોવાનું સામે આવ્યું…મૃતકનું લિવર ડેમેજ હોવાનો ખુલાસો થયો છે.  મૃતક કાલાજી ઠાકોર લાંબા સમયથી બીમાર હોવાની માહિતી મળી છે. વિક્રમસિંહનું દારૂ પીધા બાદ મૃત્યુ થયું. વિનોદકુમાર ઠાકોર, ચહેરજી ઝાલા, બળવંતસિંહ ઝાલા સહિતના લોકોની સારવાર ચાલી રહી છે. કુલ નવ લોકોને લીહોડા ગામથી ગાંધીનગર સિવિલ લાવવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોના મૃત્યુ થયા છે, એકની હાલત નાજુક છે જ્યારે છ લોકો જનરલ વોર્ડમાં દાખલ છે..હાલ ગામમાં 108ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે..મૃત્યુ દારૂથી થયું કે અન્ય કોઈ પીણાથી તેની તપાસ ચાલી રહી છે.આ ઘટનામાં બળવત સિંહ ઝાલા, રાજુ સિંહ ઝાલા, કાલાજી ઠાકોર, ચેહરજી ઝાલા, મગરસિંહ ઝાલા, વિનોદ ઠાકોર, વિક્રમ પ્રતાપસિંહને સારવાર માં ખસેડાયા હતાં જયારે કાનાજી ઉમેદજી ઝાલા અને વિક્રમસિંહ રગતસિંહનું દારુ પીધાં બાદ મોત નીપજ્યું હતું.

FSL રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી. ગાંધીનગરના SP એ લઠ્ઠાકાંડની વાત નકારી છે. હાલ ગામમાં 108ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે..મૃત્યુ દારૂથી થયું કે અન્ય કોઈ પીણાથી તેની તપાસ ચાલી રહી છે. પોલીસે આ મામલે ચાર કેસ કર્યા છે. પાંચ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ભૂખ્યા પેટે વધુ પડતો દારૂ પીવાથી મૃત્યુ થયું હોય છે. FSL રિપોર્ટમાં ઈથેનોલનું પ્રમાણ 22.6% હોવાનું સામે આવ્યું  છે. સાથે જ રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ 0 ટકા હોવાનું સામે આવ્યું. મૃતકનું લિવર ડેમેજ હોવાનો ખુલાસો થયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ માહિતી આપતા જણાવ્યું કે, દહેગામના લીહોડા ગામમાં બે લોકોના મૃત્યુ થયા છે. બે સેમ્પલ એફએસએલમાં મોકલાયા છે. સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલ જણાયા નથી. ફર્ધર રીપોર્ટ માટે બીજા લોકોના સેમ્પલ મોકલાયા છે. ખાલી પેટમાં દારૂ પીવાથી હાઈપોગ્લોસેમિયાનું કારણ હોઈ શકે છે. ગઈકાલે ગામ પોલીસે તપાસ કરી જેમાં કેટલાક લોકોને સારવાર માટે લઈ જવાયા છે. પોલીસે 4 કેસ દાખલ કર્યા છે. દેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, જો આ કેસમાં પીઆઈની ભૂલ જણાશે તો પગલા લેવાશે. એફએસએલનો રિપોર્ટ છે કે મીથાઈલ આલ્કોહોલ નથી, લઠ્ઠો નથી. 6 લોકોની તબિયત હાલ સ્વસ્થ છે. તેઓ માત્ર ઓબ્ઝરવેશન હેઠળ છે. પ્રતાપ નામના શખ્સ પાસેથી દારૂ લેવાયો હતો, જેની સામે ભૂતકાળમાં કેસ કરાયા હતા. તેની સામે પ્રોહિબિશનનો કેસ દાખલ થયો છે. તેમાં મિથાઈલ આલ્કોહોલ જણાયા નથી. ભવિષ્યમાં મોતનું સાચું કારણ જણાશે તેના આધારે તપાસ કરશે કાર્યવાહી કરાશે. સિવિલ હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડો.શશી મુંધ્રાએ જણાવ્યું કે, દહેગામના લીહોડાથી લવાયેલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિચલ ખાતે સાત દર્દીઓને સારવારમાં છે. જેમાં એક દર્દીની હાલત નાજુક છે. જ્યારે 6 દર્દીઓ હાલત સ્ટેબલ છે. તો બે દર્દીઓના રાત્રે મૃત્યુ થયા છે.  દહેગામ લિહોડામાં દારૂ પીવાથી મોત પર કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. બોટાદમાં પણ 70થી વધુ લોકોના મોત થયા હતા. સરકારની ઈચ્છાશક્તિના અભાવે વેપલો ચાલે છે. સરકાર ખાલી વાતો કરે છે. તંત્રને જાણ છે પણ પગલાં નથી ભરતુ. સરકાર પૂછીએ છે કે સરકાર પર કોનુ દબાણ છે. શા માટે માનવજીંદગીઓ બચાવવા માટ સરકાર કામ નથી કરતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા 6 મજૂર જીવતા સળગ્યા , ૩નાં મોત
Next articleગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન