Home દુનિયા - WORLD અમેરિકામાં બરફની ચાદરો ફેલાઈ, શૂન્યથી 34 ડિગ્રી નીચે ગયુ

અમેરિકામાં બરફની ચાદરો ફેલાઈ, શૂન્યથી 34 ડિગ્રી નીચે ગયુ

47
0

અમેરિકામાં બરફવર્ષાને કારણે લેન્ડસ્લાઈડથી 33 લોકોના મોત

શિયાળાની ઠંડીની કારણે અમેરિકામાં સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું

(જી.એન.એસ),તા.૧૫

અમેરિકામાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. મોંટાનાના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી લઈ 34 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયુ છે. શિયાળાની ઠંડીની કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકોને ઘરેથી નીકળવાનું મુશ્કેલ બની ગયુ છે. ઘણા શહેર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. બરફના તુફાને લોકોનું જીવવાનું મુશ્કેલ કરી દીધુ છે. ઓરેગનથી લઈ ઉત્તર મેદાની વિસ્તારોમાં બરફના તુફાનની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે ન્યૂ મેક્સિકોમાં ઝડપી પવનોની સાથે જ મધ્ય અટલાન્ટિકમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. બરફવર્ષાના કારણે અમેરિકાના ઘણા શહેરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે, જેનાથી લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. મિશિગન અને વિસ્કોન્સિનમાં 1.25 લાખથી વધારે લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે.

જાણકારી મુજબ બરફવર્ષાના કારણે પશ્ચિમી કોલંબિયા લેન્ડસ્લાઈડ થયુ છે, જેમાં 33 લોકોના મોત થયા છે અને લગભગ 35 લોકો ઘાયલ થયા છે. ત્યારે આ દરમિયાન ઘણા લોકો કાટમાળ નીચે દબાયા છે, જેની શોધખોળ ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. ગયા શુક્રવારે અમેરિકી એરલાઈન્સે 2000થી વધારે ફ્લાઈટને રદ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર અમેરિકામાં લગભગ 7600 ફ્લાઈટ લેટ થઈ છે. ફ્લાઈટ અવેયર મુજબ અમેરિકાના બે એરપોર્ટ પર ફ્લાઈટ રદ થવાની સંખ્યા સૌથી વધારે છે. ઓહારે જતી લગભગ 40 ટકા ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે, ત્યારે મિડવે જનારી 60 ટકાથી વધારે ફ્લાઈટ રદ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર ઓહારે એરપોર્ટ તરફથી એક પોસ્ટ શેયર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે એરલાઈન્સે 650થી વધારે ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી એવી તસ્વીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બરફના પહાડ થયા છે. રસ્તાઓ પુરી રીતે બરફથી ઢંકાઈ ગયા છે. ગાડીઓ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે અધિકારીઓએ ગ્રેટ લેક્સ અને મિડવેસ્ટ માટે બરફના તોફાનનું એલર્ટ આપ્યું છે. આયોવાથી લઈ શિકાગો સહિત ગ્રેટ લેક્સ સુધઈ ભારે બરફવર્ષા અને 50 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. તેની સાથે જ ઓછી વિજિબિલિટીને કારણે લોકોને અવરજવરમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકામાં ટેસ્લા કારની લાઈટથી રામ નામ બનાવ્યું, આ લાઈટ શોનો વીડિયો વાઈરલ
Next articleદિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટમાં વિલંબથી કંટાળેલા એક મુસાફરે પાઈલટને મુક્કો માર્યો