જગન્નાથ મંદિરમાં પહોંચી ભગવાનની પૂજા-અર્ચના કરી, પછી પતંગ ચગાવી
(જી.એન.એસ),તા.૧૪
અમદાવાદ,
આજે દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. શાહે વેજલપુરમાં ધારારભ્યો અને નેતઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ ઉજવણીમાં ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી. અમિત શાહને જોવા માટે વેજલપુરની અગાશીઓમાં ટોળા જામ્યા હતા.
૬ ટર્મ થી સતત ભાજપમાં સાંસદ બનતા આવેલ સંસદ મનસુખ વસાવા દર વર્ષે પોતાના પરિવાર સાથે ઘરના ધાબા પરથી જ પતંગ ચગાવે છે. આજે તેઓએ રાજકીય પતંગ અને પેચની વાત કરી સતત ૬ ટર્મથી જીતતા આવતા સંસદે સાતમી ટમમાં પણ ભાજપની જીત નિશ્ચિત છે તેવો દાવો કર્યો છે. કેમકે વિપક્ષ ગમે તેટલી દોરી અને ગુચ નાંખે પરંતુ અમારી પાસે શુદ્ધ ભારતીય દોરો છે અને તેથી અમારી જીત નક્કી છે. તમામ બેઠકો ભાજપને મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જ વડાપ્રધાન બિરાજશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.