OFBJPUK સાથેની બેઠકમાં પીઓકેના સવાલ પર રક્ષામંત્રીએ ખાસ નિવેદન આપ્યું
(જી.એન.એસ),તા.૧૩
રક્ષામંત્રી રાજનાથસિંહે 10 જાન્યુઆરીએ લંડનમાં હતા. અહીં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભારતીય જનતા પાર્ટી યુકે (OFBJPUK) તેમની એક ખાસ બેઠક મળી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકારની સિદ્ધિઓ અને કામગીરીને લઈને અનેક મુદ્દાઓ પર વાત કરી. મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ અંગે પણ તેમણે ચર્ચા કરી.
આ દરમિયાન બેઠકમાં ઉપસ્થિત એક વ્યક્તિએ રાજનાથસિંહને પીઓકેને સવાલ કર્યો હતો. તેમણે પૂછ્યુ કે અમિત શાહે સંસદમાં તાજેતરમાં જ સંસદમાં જણાવ્યુ હતુ કે પીઓકે પણ અમારુ છે તો તેના પર ક્યારથી કામ શરૂ થાય છે. જેના જવાબમાં રક્ષામંત્રીએ જણાવ્યુ કે કોઈ કામ કરવાની જરૂર જ નથી તે આપોઆપ જ ભારતમાં આવી જશે.
આ બેઠક દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહે કોઈપણ રાષ્ટ્રની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મુક્યો. સાથોસાથ એ પણ આશ્વાસન આપ્યુ કે આપણી સરહદો અને રાજ્યો આપણા સતર્ક રક્ષાદળોના હાથમાં સુરક્ષિત છે. OFBJPUKની ઉત્સાહી ટીમને સંબોધતા તેમણે તેમનો ઉત્સાહ જોઈને આનંદ વ્યક્ત કર્યો. રક્ષા મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી સરકાર ગત ચૂંટણી કરતા વધુ બેઠકો જીતશે.
ઉત્સાહી ટીમને સંબોધતા તેમણે તેમનો ઉત્સાહ જોઈને આનંદ વ્યક્ત કર્યો. અમે બધા સાથે મળીને આગામી 2024ની ચૂંટણીમાં પ્રભાવશાળી બનવાની અપેક્ષાઓ કરતાં વધી જવાની સામૂહિક મહત્વાકાંક્ષા ધરાવીએ છીએ. રક્ષા મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી સરકાર ગત ચૂંટણી કરતા વધુ બેઠકો જીતશે.
વધુમાં, રાજનાથ સિંહે તમામ વિદેશી સભ્યોને વિદેશમાં તેમની વિશ્વસનીયતા જાળવી રાખવા અપીલ કરી. જે ભારતની વિશ્વસનીયતા છે. ચીનના મુખપત્ર સમાચાર પોર્ટલ ગ્લોબલ ટાઈમ્સે ભારતની પ્રશંસા કરી અને ભવિષ્યમાં ભારતને એક સુપર પાવર તરીકે માન્યતા પણ પ્રદાન કરી. આ બેઠકે રક્ષા મંત્રી અને OFBJP UK વચ્ચેના મજબૂત સહયોગની સાક્ષી આપી અને સુરક્ષિત અને સમૃદ્ધ ભારત પ્રત્યે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.