(જી.એન.એસ),તા.૧૨
અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનનો દિવસ નજીક આવી રહ્ય છે. 22 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં વડાપ્રધાન મોદી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. તેની વચ્ચે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મોટુ નિવેદન આપ્યુ છે. રાઉતે કહ્યું કે અમે મણિપુરના રામમંદિર જઈશું અને ઉદ્ધવ ઠાકરે ત્યાં પૂજા અર્ચના કરશે. સંજય રાઉતે ના મામત્ર મણિપુર જઈ રામમંદિરમાં પૂજા કરવાની વાત કહી પણ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર શંકરાચાર્યોના વિરોધનો પણ ઉલ્લેખ કર્યો. તેમને કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા શંકરાચાર્ય થઈ ગયા છે, રામમંદિર હજુ એક અધૂરો પ્રોજેક્ટ છે પણ તેમ છતાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેનો ચારે શંકરાચાર્યોએ વિરોધ પણ કર્યો છે, તેમ છતાં આ બધુ થઈ રહ્યું છે. રાઉતે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી અને ભાજપ શિવસેનાને કોપી કરે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે કહ્યું કે તે નાસિકના કાલારામ મંદિર જશે, ત્યારે વડાપ્રધાને પણ ત્યાં જવાનો પ્લાન બનાવી લીધો. હવે અમે કહીશું કે અમે મણિપુરના રામમંદિર જઈશું, હવે વડાપ્રધાન કહેશે કે શું તે મણિપુર પણ જશે?..
જણાવી દઈએ કે નાસિકનું કાલારામ મંદિર તે સ્થળમાંથી એક છે, જ્યાં પોતાના વનવાસ વખતે ભગવાન શ્રીરામે સમય વિતાવ્યો હતો. આજે વડાપ્રધાન મોદી પોતાના મહારાષ્ટ્ર પ્રવાસની વચ્ચે નાસિકના કાલારામ મંદિર પણ જશે. તેની વચ્ચે સંજય રાઉતે સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યો. તેમને કહ્યું કે અમારી પાર્ટીના બંધારણમાં સુધારાને લગતા તમામ પુરાવા અમારી પાસે છે અને ચૂંટણી પંચથી માંડીને જ્યાં પણ આપવાનું હતું, અમે દરેક જગ્યાએ આપ્યું છે પણ જો કોઈ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આંધળૂ બહેરૂ બનીને બેસી રહેશે તો અમે શું કરી શકીએ છીએ. તેમને કહ્યું કે જ્યારે એકનાથ શિંદે અને તેમના પુત્ર ચૂંટણી લડવા ગયા હતા તો તેમના ફાર્મ પર ઉદ્ધવ ઠાકરેએ અધ્યક્ષ તરીકે હસ્તાક્ષર કર્યા હતા. આ લોકોને જનતા ક્યારેય માફ નહીં કરે. મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યની અયોગ્યતા મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. પોતાના નિર્ણયમાં વિધાનસભા અધ્યક્ષે જ્યાં આ ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાથી ઈનકાર કરી દીધો હતો, ત્યારે શિવસેનાના શિંદે જૂથને જ અસલી શિવસેના બતાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.