Home દેશ - NATIONAL આસામમાં મદરેસાઓને લઈને સરકારનો નિર્ણય, 1000 મદરેસાઓને શાળાઓમાં ફેરવાશે

આસામમાં મદરેસાઓને લઈને સરકારનો નિર્ણય, 1000 મદરેસાઓને શાળાઓમાં ફેરવાશે

23
0

(જી.એન.એસ),તા.૦૨

આસામમાં મદરેસાઓને લઈને સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર રાજ્યમાં ખાનગી મદરેસાઓને બંધ કરીને તેને સામાન્ય શાળાઓમાં ફેરવવાનું વિચારી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું કહેવું છે કે આ માટે મદરેસા સંચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં તમામ ખાનગી મદરેસાઓને પહેલેથી જ બંધ કરીને શાળાઓમાં ફેરવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા કહ્યું કે ખાનગી મદરેસાઓ ભારતના બંધારણ દ્વારા સુરક્ષિત છે. જેમાં લખવામાં આવ્યું છે કે સરકાર લઘુમતી સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓને સ્પર્શ કરી શકે નહીં. આ સંસ્થાઓ પણ RTE કાયદા હેઠળ આવતી નથી..

મુખ્યમંત્રીએ રાજ્યમાં 1000 ખાનગી મદરેસાઓ બંધ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ત્રણ હજાર મદરેસાઓમાંથી 1000 મદરેસા બંધ થઈ શકે છે, ત્યારબાદ તેમની સંખ્યા ઘટીને બે હજાર થઈ જશે. આ માટે ખાનગી મદરેસા સંચાલકો સાથે વાતચીત ચાલી રહી છે.  રાજ્યમાં પાંચ અલગ-અલગ મુસ્લિમ સમુદાયો છે. જેમની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, સરકારે તેના માટે મંજૂરી આપી દીધી છે. સીએમએ કહ્યું કે સરકાર એવા ગામોની ચકાસણી કરી રહી છે જ્યાં આસામી મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. આ વર્ષના અંત સુધીમાં વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે..

આ પહેલા પણ રાજ્યની હિમંતા સરકાર મદરેસાઓ સામે કાર્યવાહી કરી ચૂકી છે. CMએ અગાઉ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં મદરેસા નહીં પરંતુ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ ઈચ્છે છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ વર્ષે રાજ્યના ઓછામાં ઓછા બે વધુ જિલ્લાઓમાંથી AFSPA પાછી ખેંચી લેવામાં આવશે. સીએમએ કહ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને AFSPA સંપૂર્ણપણે હટાવવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં AFSPA રાજ્યમાં માત્ર ચાર રાજ્યોમાં જ લાગુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field