Home ગુજરાત બે દિવસમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ.૨૪૪.૫૭ કરોડના પ્રકલ્પોના...

બે દિવસમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ.૨૪૪.૫૭ કરોડના પ્રકલ્પોના લોકાર્પણ, લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ

21
0

મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પ્રવાસ કરી મંત્રી શ્રી સંઘવીએ અદ્યતન એસ. ટી બસ સ્ટેન્ડ, સુવિધાસભર પોલીસ આવાસો, નવીન પોલીસ સ્ટેશનના મકાન, નવીન ૫૦ એસ. ટી બસ, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોના લોકાર્પણ – ઈ લોકાર્પણ કરી પ્રજાની સુખાકારીમાં વધારો કર્યો

પી.એમ સ્વનિધી યોજનાના લાભાર્થીઓને રૂ.૫૭ કરોડથી વધુના લાભ અપાયા

ડિજીટલ યુગમાં નાગરિકોને સાયબર ફ્રોડથી રક્ષણ આપવા ૧૪ જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ પણ આપી

પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અન્ય આવાસ યોજનાના ૬૬૭ આવાસોના ડ્રો કરવામાં આવ્યા

…..

(જી.એન.એસ),તા.૦૧

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તા.૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લાના પ્રવાસે હતા. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન મંત્રીશ્રીએ પ્રજાની સુખાકારીમાં વધારો થાય અને પ્રજાનું રક્ષણ કરતા પોલીસ અધિકારી કર્મચારીઓના પરિવારોની સુખાકારીમાં વધારો થાય તેવા અનેક પ્રકલ્પોમાં લોકાર્પણ – ઇ લોકાર્પણ કર્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ.૨૪૪.૫૭ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોમાં લોકાર્પણ કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, ડિજીટલ યુગમાં રાજ્યના નાગરિકોને સાયબર ફ્રોડથી રક્ષણ આપવાના ઉદ્દેશ સાથે રાજ્યના ૧૪ જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ પણ આપી છે.

મંત્રીશ્રીએ આ પ્રવાસ દરમિયાન અદ્યતન એસ. ટી બસ સ્ટેન્ડ, સુવિધાસભર પોલીસ આવાસો, નવીન પોલીસ સ્ટેશનના મકાન, નવીન ૫૦ એસ. ટી બસ, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોના લોકાર્પણ તથા ઈ-લોકાર્પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી ડેસર તાલુકાના નવા શિહોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થઇ રૂ. ૨.૭૩ કરોડના આરોગ્યલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બાળ આરોગ્યમ કૃશ્ સે કૃષ્ણા તક પ્રોજેક્ટનો પણ તેમણે શુભારંભ કરાવ્યો હતો. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસના નવા પોલીસ સ્ટેશન, આવાસોનું લોકાર્પણ કરતી વખતે મંત્રીશ્રીએ ટ્રાફિક પોલીસને ઉનાળામાં ધોમધખતી ગરમીમાં ઓછી ગરમી લાગે તે આશય સાથે એસી હેલ્મેટ અને બાઇક વિતરણ પણ કર્યું હતું.

આ ઉપરાંત મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પી.એમ સ્વનિધી યોજનાના લાભાર્થીઓને રૂ.૫૭ કરોડથી વધુના લાભ આપવામાં આવ્યા હતા. એટલું જ નહિ, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અન્ય આવાસ યોજનાના ૬૬૭ આવાસોના ડ્રો કરવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકુપોષણ મુક્ત ખેડા: કુપોષણ સામે જિલ્લા વહીવટીતંત્રનું મહા અભિયાન
Next articleદૈનિક રાશિફળ (તા.૦૩-૦૧-૨૦૨૪)