ડિલિવરી ચાર્જ પર ટેક્સ ન ભરવા સાથે સંબંધિત ગુરુગ્રામ સ્થિત કંપની પાસે જવાબ માંગ્યો
(જી.એન.એસ),તા.૨૯
ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ Zomatoને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઓથોરિટી દ્વારા કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે. આ મામલો ડિલિવરી ચાર્જ પર ટેક્સ ન ભરવા સાથે સંબંધિત છે. ગુરુગ્રામ સ્થિત કંપનીનું કહેવું છે કે તે આ ટેક્સ ન ચૂકવી શકે કારણ કે તે ડિલિવરી પાર્ટનર દ્વારા ચૂકવવામાં આવે છે. Zomatoનું કહેવું છે કે તે આ નોટિસનો જવાબ દાખલ કરશે.. આ ટેક્સ નોટિસ 29 ઓક્ટોબર 2019થી 31 માર્ચ 2022 વચ્ચે વસૂલાત કરને લઈને આપવામાં આવી છે. નવેમ્બરમાં ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સે Zomatoને પ્રી-ડિમાન્ડ નોટિસ જારી કરી હતી. સ્વિગી પાસેથી 750 કરોડ રૂપિયાની માંગણી કરતી નોટિસ પણ જારી કરવામાં આવી છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પરથી ડિલિવરી ફી પર પણ GSTની માંગ કરી રહી છે..
જો કે, ફૂડ ડિલિવરી કંપનીઓનું કહેવું છે કે તે ડિલિવરી પાર્ટનર દ્વારા લેવામાં આવે છે, તેથી તેના પર કોઈ ટેક્સ ન લાગે. કંપનીનું માનવું છે કે તે ડિલિવરી પર કોઈ ટેક્સ ચૂકવવા માટે હકદાર નથી. ડિલિવરી સેવા ડિલિવરી પાર્ટનર દ્વારા પ્રદાન કરવામાં આવે છે, તેથી કંપની તેના પર ટેક્સ ચૂકવે નહીં. અમારા કાયદાકીય અને ટેક્સ સલાહકારે પણ આ જ સલાહ આપી છે.. 1 જાન્યુઆરી 2022થી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મે પોતે જ રેસ્ટોરન્ટ્સ વતી GST એકત્રિત કરવો પડશે અને તેને સરકારને સબમિટ કરવો પડશે. જો કે આ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ફી Zomato અને Swiggy દ્વારા લોયલ્ટી પ્રોગ્રામ હેઠળ લેવામાં આવે છે, પરંતુ જો તેઓ ઈચ્છે તો તેને માફ પણ કરી શકે છે. જો કે આ મામલે કંપની દ્વારા વધુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.