Home દેશ - NATIONAL પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે સામાન્ય ઘટાડો,9 પૈસા સસ્તું

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે સામાન્ય ઘટાડો,9 પૈસા સસ્તું

387
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઘટવાના કારણે સ્થાનિક બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. શનિવારે દેશના ચાર પ્રમુખ શહેરોમાં પેટ્રોલ 9 પૈસા અને ડીઝલ 9 પૈસા પ્રતિ લિટર સસ્તા થયાં છે. ગત ચાર દિવસોમાં પેટ્રોલ 23 પૈસા અને ડીઝલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તા થયા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં માત્ર કેરળ રાજ્યમાં જ પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. કેરળની રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિાયનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે પહેલી જૂનથી લાગુ થયો છે.
આઇઓસીની વેબસાઇટમાં આપેલા ભાવ પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ 78.20 રૂપિયા પ્રિત લિટર, ડીઝલ 69.11 રૂપિયા પ્રિત લિટર છે. કિંમતોમાં ઘટાડો થવા છતાં પણ મુંબઇમાં પેટ્રોલના ભાવ સૌથી વધારે છે. મુંબઇમાં પેટ્રોલ 86.01 અને ડીઝલ 73.58 રૂપિયા પ્રતિ લિટર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકર્ણાટકમાં કેબિનેટ કમઠાણનો અંત : કોંગ્રેસ-જેડીએસ ૨૦૧૯માં સાથે લડશે
Next articleઅંતે ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે ૧૨ જૂને સિંગાપુરમાં યોજાશે બેઠક