Home રમત-ગમત Sports ઋતુરાજ ગાયકવાડ સાઉથ આફ્રીકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર

ઋતુરાજ ગાયકવાડ સાઉથ આફ્રીકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર

33
0

(જી.એન.એસ),તા.૨૩

26 ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની શરુઆત થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રીકાની ધરતી પર એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી. રોહિત શર્માના નેતૃત્વમાં આ વખતે ભારતીય ટીમ ઈતિહાસ રચવા માટે તૈયાર છે. પણ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીના દેશ પરત ફરવાના સમાચાર વચ્ચે ઋતુરાજ ગાયકવાડના ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવાના સમાચાર સામે આવ્યા છે. આંગળીમાં ફ્રેક્ચર હોવાને કારણે ઋતુરાજ ગાયકવાડ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. ઋતુરાજના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં ઈન્ડિયા-એના કેપ્ટનની એન્ટ્રી થઈ છે. દક્ષિણ આફ્રીકામાં જ હાજર સરફરાઝ ખાનને ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે..

આંગળીમાં ઈજાને કારણે ઋતુરાજ ભારત પરત ફરીને NCAને રિપોર્ટ કરશે. સિલેક્શન કમિટીએ તેમની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સામેલ કર્યો છે. આ ઈજાને કારણે ઋતુરાજ ગાયકવાડનું ટેસ્ટ ડેબ્યૂ નહીં થઈ શકે. ઈશ્વરન બંગાળની ટીમમાં તરફથી રમતા 88 ફસ્ટ ક્લાસ મેચમાં 6567 રન બનાવ્યા છે. તેમાં 22 સેન્ચુરી અને 26 ફિફટીનો પણ સમાવેશ થાય છે. તેણે 88 લિસ્ટ એ મેચમાં 3847 રન બનાવ્યા છે. જેમાં 9 સેન્ચુરી અને 23 ફિફટી સામેલ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, મુંબઈ માટે ઘરેલૂ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સરફરાઝને સિનિયર ટીમમાં સામેલ કરવાની વાત ચાલી રહી હતી. સરફરાઝ હાલમાં ઈન્ડિયા એ ટીમ સાથે સાઉથ આફ્રિકામાં ભારતની સિનિયર ટીમ સાથે ઈન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ રમી રહ્યા છે. પ્રેક્ટિસ દરમિયાન તેણે 63 બોલમાં સેન્ચુરી પણ ફટકારી, તેમ છતા સિલેક્શન સમયે તેને નજરઅંદાજ કરવામાં આવ્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘સાલાર’એ પહેલા જ દિવસે ભારતમાં 95 કરોડ રૂપિયાની કમાણી કરી
Next articleટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPLમાંથી બહાર જશે