Home ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગુજરાત સમિટ ૨૦૨૪ અંતર્ગત…

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગુજરાત સમિટ ૨૦૨૪ અંતર્ગત…

19
0

સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્સ્ટીટ્યુટ- સાપ્તી દ્વારા ગાંધીનગર ખાતે તા.23 ડિસેમ્બરથી ૧૨ જાન્યુઆરી સુધી સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ “જીવંત શિલ્પ”નું આયોજન

•           સામાન્ય નાગરિકો સિમ્પોઝીયમ પ્રદર્શનની સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે

(જી.એન.એસ),તા.૨૨

ગાંધીનગર,

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગુજરાત સમિટના ૧૦મું સંસ્કરણ જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે યોજાવાનું છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના ભાગરૂપે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્સ્ટીટ્યુટ – સાપ્તી દ્વારા ગાંધીનગર ખાતે સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ “જિવંત શિલ્પ”નું તા.23/12/2023 થી તા.12/01/2024 સુધી આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ, ઉભરતા શિલ્પકારો, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારોને તેમની કળા અને પ્રતિભા દર્શાવવાનો મંચ આપવામાં આવશે. આ “જીવંત શિલ્પ” સિમ્પોઝીયમમાં રાઇઝિંગ ઇન્ડિયા, માનવ આત્માની શક્તિ, યોગ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય જાગૃતિ, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ પર સિમ્પોઝિયમ યોજાશે તેમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરીની યાદીમાં જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કલા ચાહક વર્ગ અને જાહેર જનતા માટે આ સિમ્પોઝીયમ પ્રદર્શન અર્થે ખુલ્લુ મુકવામાં આવશે. આ પ્રદર્શનનું ભાઈજીપુરા ચોકડી નજીક, પીડીપીયુ રોડ, રાયસણ, ગાંધીનગર ખાતે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યુ્ં છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગતની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી) દ્વારા ગુજરાતના શિલ્પકળાની જાળવણીના સતત પ્રયાસોના ભાગરૂપે, પથ્થર કળા અને શિલ્પોની સદીઓ જુની પરંપરા જીવંત રાખવા અંબાજી દેવસ્થાન ખાતેના સાપ્તી અંબાજી કેન્દ્ર પર શિલ્પકળા માટેની અનોખી શ્રુંખલા “શિલ્પોત્સવ” હેઠળ સિમ્પોઝીયમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના 0૪ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 0૧ સિમ્પોઝીયમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્કિલ ડેવલપમેન્ટ સેમિનાર 11 જાન્યુઆરી 2024 ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાશે
Next article“ભારતની GDPમાં ગુજરાત 8.3%નું યોગદાન આપે છે:” માનનીય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા