Home દેશ - NATIONAL સાક્ષી મલિકના સંન્યાસ પર કોંગ્રેસએ આરોપ લગાવ્યો

સાક્ષી મલિકના સંન્યાસ પર કોંગ્રેસએ આરોપ લગાવ્યો

20
0

“દીકરીઓને રડાવો, દીકરીઓને ત્રાસ આપો અને દીકરીઓને ઘરે બેસાડો” આ જ ભાજપ સરકારની નીતિ : રણદીપ સિંહ સુરજેવાલા

(જી.એન.એસ),તા.૨૨

ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા રેસલર સાક્ષી મલિકની નિવૃત્તિની જાહેરાત બાદ કોંગ્રેસે શુક્રવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે “દીકરીઓને રડાવો, દીકરીઓને ત્રાસ આપો અને દીકરીઓને ઘરે બેસાડો” આ જ ભાજપ સરકારની નીતિ છે. પાર્ટીના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ દાવો કર્યો હતો કે મહિલા કુસ્તીબાજો સાથે આ રીતે “અત્યાચાર અને અન્યાય” કરવામાં આવી રહ્યો છે અને તેના માટે મોદી સરકાર જવાબદાર છે. તમને જણાવી દઈએ કે રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે ગઈકાલે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહની જીતનો વિરોધ કર્યો હતો. ટેબલ પર તેણે તેના બુટ મુકી કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કર હતી. જે બાદથી સ્પોર્ટ્સ જગતમાં ઓહાપો મચી ગયો છે. જ્યારે સાક્ષી મલિક નિવૃત્તિની જાહેરાત કરી રહી હતી ત્યારે તેની આંખોમાં આંસુ હતા..

સુરજેવાલાએ આજે ​​પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભાજપના સાંસદ બ્રિજ ભૂષણના સહયોગી અને કુસ્તીબાજ પુત્રીઓના યૌન શોષણના આરોપી સંજય સિંહની ચૂંટણીમાં જીત બાદ, દેશની પ્રથમ મહિલા કુસ્તીબાજ અને ખેડૂત પુત્રી સાક્ષી મલિકે નિવૃત્તિની ઘોષણા કરવી પડી જે એ ભારતના રમતગમતના ઈતિહાસમાં એક “કાળો અધ્યાય” સમાન છે. તેમણે આરોપ લગાવ્યો કે ચેમ્પિયન મહિલા કુસ્તીબાજો સાથે થયેલા ‘અત્યાચાર અને અન્યાય’ માટે મોદી સરકાર સીધી રીતે જવાબદાર છે. સુરજેવાલાએ કહ્યું, “આ દર્શાવે છે કે જે દીકરીઓ ન્યાય માટે અવાજ ઉઠાવશે તેમને સન્યાસ લેવા માટે મજબૂર કરવામાં આવશે અને તેમને ઘરે મોકલવામાં આવશે અને તેમને દોષિત ઠેરવવામાં આવશે, અને દીકરીઓની લાચારીની મજાક ઉડાવશે. કોંગ્રેસ મહાસચિવે એવો પણ દાવો કર્યો હતો કે માત્ર ભારતીય કુસ્તી સંઘ જ નહીં પરંતુ BCCI સહિત દેશના તમામ રમતગમત સંગઠનો મોદી સરકાર અને ભાજપના નેતાઓના નિયંત્રણમાં છે. તેમણે સવાલ કર્યો હતો કે, “મોદી સરકાર કેમ ચૂપ છે? દેશની સંસદ ખેડૂતની કુસ્તીબાજ દીકરીઓની રડતી અને આંસુ પર કેમ મૌન છે? દેશની રમત જગત અને તેની જાણીતી હસ્તીઓ કેમ મૌન છે? શું હવે એવું માની લેવું જોઈએ?” નવા ભારતમાં “પ્રભુત્વ”, “ડર”, “ધમકાવવું” અને “અન્યાય” સામાન્ય છે?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુ-કાશ્મીરના પુંછમાં સેનાના વાહનો પર હુમલો, 5 જવાનો શહીદ
Next articleમરાઠા અનામત મુદ્દે મનોજ જરાંગે પાટીલનું મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ