Home દેશ - NATIONAL જમ્મુ-કાશ્મીરમાં ફિદાઈન હુમલાની આશંકા વચ્ચે હાઈએલર્ટ જાહેર

જમ્મુ-કાશ્મીરમાં ફિદાઈન હુમલાની આશંકા વચ્ચે હાઈએલર્ટ જાહેર

239
0

(જી.એન.એસ.)શ્રીનગર,તા.૧
જમ્મુ-કાશ્મીરમાં ફિદાઈન હુમલાની આશંકા વચ્ચે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સમાં આત્મઘાતી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓને સાવધાન કરવામાં આવી છે.
સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓની જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીને લઈને રાજ્યમાં હાઈએલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. આશંકા છે કે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 12 જેટલા આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે. જેને કારણે શ્રીનગર અને જમ્મુમાં સુરક્ષાકર્મીઓએ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે અને હોટલ તથા ધર્મશાળામાં રોકાયેલા લોકોની માહિતી પણ એકઠી કરવાનું શરૂ કર્યું છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય શહેરોમાં પ્રવેશદ્વારો પર ચોકસાઈ વધારવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષા બંદોબસ્ત વધુ ચુસ્ત-દુરસ્ત બનાવાયો છે. મહત્વપૂર્ણ છે કે બીજી જૂને જંગ-એ-બદર હોવાને કારણે હાઈએલર્ટ જાહેર કર્યું છે.
ઈન્ટેલિજન્સ એજન્સીઓને મળેલી માહિતી મુજબ. રમઝાન માસના 17મા દિવસે જંગ-એ-બદર વખતે જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટા આંતકી હુમલાના ષડયંત્રને લઈને ઈનપુટ્સ મળ્યા છે. તેને જોતા રાજ્યમાં ગુપ્તચર એજન્સીઓના એલર્ટને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા જમ્મુ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સરહદ અથવા રાજૌરી-પુંછ જિલ્લાની અંકુશ રેખા દ્વારા એક ફિદાઈન આતંકીઓની ટુકડીની ઘૂસણખોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે જમ્મુ-કાશ્મીરમાં આવેલી તમામ સૈન્ય છાવણીઓ અને ખાસ કરીને જમ્મુ ક્ષેત્રમાં આવેલા સુરક્ષા પ્રતિષ્ઠાનોમાં કડક સુરક્ષા વ્યવસ્થાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
મે માસમાં જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા હતા. સુરક્ષાદળોએ તેમને અંકુશ રેખા પર જ ઠાર માર્યા હતા.
મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે રમઝાન માસમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં નહીં આવે. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા હુમલા કરવાની સ્થિતિમાં સુરક્ષાદળ વળતી કાર્યવાહી કરી શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટનો આરોપી આતંકી અહમદ લંબૂ વલસાડથી ઝડપાયો
Next articleરેલ્વે જુલાઈ માસથી ગરીબ રથ ટ્રેનમાં યાત્રિકો માટે પેન્ટ્રી શરુ કરાશે