Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૨૨ ડિસેમ્બરના રોજ સેકટર-૧૫ની આઈ.ટી.આઈ ખાતે...

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૨૨ ડિસેમ્બરના રોજ સેકટર-૧૫ની આઈ.ટી.આઈ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન

52
0

————-

કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવ, સેલ્સ એસોશિયેટ, કેશિયર, પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઈઝર, ટેલી માર્કેટિંગ અને બેંક ઓફીસ સપોર્ટ સ્ટાફ સહિતની પોસ્ટ માટે ભરતી મેળો યોજાશે

—————-

(જીએનએસ),૨૦

ગાંધીનગર,

ગાંધીનગરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૨ ડિસેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે આઈ.ટી.આઈ હોસ્ટેલ બિલ્ડિંગ, આઈ.ટી.આઈની પાછળ, સેકટર-૧૫, ગાંધીનગર ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ધોરણ-૧૦ અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં શૈક્ષિણક યોગ્યતા મુજબ કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવ, સેલ્સ એસોશિયેટ, કેશિયર, પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઈઝર, ટેલી માર્કેટિંગ અને બેંક ઓફીસ સપોર્ટ સ્ટાફ માટેની નોકરીની ઓફર કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના રોજગાર વાંછુ ઉમેદવારો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ ભરતીમેળાનો લાભ લે તે માટે જિલ્લા રોજગાર અધિકારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂ. ૧.૫૬ લાખ કરોડના સંભવિત રોકાણ સાથે ૪૭ MoU સંપન્ન; ૭.૫૯ લાખ સંભવિત રોજગારનું સર્જન થશે
Next articleસૂર્ય નમસ્કાર સ્પર્ધા : 2023-24