Home રમત-ગમત Sports ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં સમેટાઈ ગઈ, સાઉથ આફ્રીકાની 8 વિકેટથી...

ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં સમેટાઈ ગઈ, સાઉથ આફ્રીકાની 8 વિકેટથી જીત

72
0

(જીએનએસ),૨૦

સાઉથ આફ્રીકાની ધરતી પર આજે 19 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રીકા અને ભારત વચ્ચે બીજી વનડે મેચ રમાઈ હતી. સાઉથ આફ્રીકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઓલઆઉટ થઈને 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાઉથ આફ્રીકાની ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને આ સરળ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આફ્રિકન ટીમે મંગળવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આઠ વિકેટે જીતી લીધી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ગ્કબેરાહના સેન્ટ જ્યોર્જ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો..

ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોની ડીજ્યોર્જની સદીના કારણે દક્ષિણ આફ્રિકાએ 212 રનનો ટાર્ગેટ બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો અને સિરીઝ બરાબરી કરી લીધી. દક્ષિણ આફ્રિકા તરફથી ટોની ડીજ્યોર્જે બેટિંગ કરીને અદ્ભુત પ્રદર્શન કર્યું અને અણનમ 119 રન બનાવ્યા. રીઝા હેન્ડ્રિક્સે 52 રન અને રાસી વાન ડેર ડ્યુસેને 36 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકન ટીમ માટે નાન્દ્રે બર્જરે બોલ વડે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. હેન્ડ્રીક્સ અને કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી. વિલિયમ્સ-માર્કરામને એક-એક વિકેટ મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleIPL ઓક્શન દરમિયાન પ્રીતિ ઝિન્ટાએ મોટી ભૂલ કરી
Next article2023ના OTT માર્વેલ્સ: કરીના કપૂર, રાધિકા મદાનથી લઈને રાશિ ખન્નાએ તેમનું જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું