Home મનોરંજન - Entertainment ‘ફાઇટર’ ફિલ્મનો નવા ગીતનું પોસ્ટર રિલીઝ થયું

‘ફાઇટર’ ફિલ્મનો નવા ગીતનું પોસ્ટર રિલીઝ થયું

45
0

(જીએનએસ),૨૦

ઘણા વર્ષો બાદ હૃતિક રોશન ફરી એક વાર રક્ષકના યુનિફોર્મમાં જોવા મળવાનો છે અને આ વખતે તેની સાથે દીપિકા પાદુકોણ, અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર જેવા સ્ટાર્સ પણ જોવા ધૂમ મચાવાના છે. ત્યારે આ ફિલ્મને લઈને ફેન્સ સુપર એક્સાઈટેડ છે. હૃતિક રોશન ‘ફાઇટર’માં એરફોર્સના પાઇલટના રોલમાં લોકોના દિલ જીતવા માટે તૈયાર છે. આટલું જ નહીં, એક્શનની સાથે આ ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જોવા મળશે. તેની એક ઝલક ફિલ્મના રિલીઝ પહેલા જ રિલીઝ થયેલા ટીઝરમાં જોવા મળી છે અને તે બાદ હૃતિક અને દીપિકાએ ફિલ્મને લઈને ફેન્સને બીજી ગુડ ન્યૂઝ આપી છે. તમને જણાવી દઈએ કે હૃતિક અને દીપિકાએ બીજુ એક પોસ્ટર રિલીઝ કર્યુ છે. જેમાં જોવા મળી રહ્યું છે કે તે કોઈ સમુદ્ર કિનારે છે જોરદાર ઠંડી પડી રહી છે અને એ વચ્ચે બન્ને તેમના પોઝ સાથે ગરમીનો પારો ચઢાવી રહ્યા છે. જોકે તે ફિલ્મનો સીન નહીં પણ ફિલ્મનું નવુ ગીત આવી રહ્યું છે તેનું પોસ્ટર છે. આ ગીત સમુદ્ર કિનારે શૂટ કરવામાં આવ્યું છે, જેમાં દીપિકા પાદુકોણ સ્વિમસૂટમાં જોવા મળશે. હૃતિક રોશન શર્ટલેસ જોવા મળશે. બંનેની કેમેસ્ટ્રી અદ્ભુત રહેશે..

‘ફાઇટર’ સ્ટાર હૃતિક રોશને આ ગીતને લઈને એક અપડેટ શેર કરી છે. તેણે આ ગીતનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેમાં દીપિકા પાદુકોણ બ્લેક મોનોકિનીમાં જોવા મળી રહી છે. હૃતિક રોશન દીપિકાને કમરથી પકડેલો જોવા મળે છે. રિલીઝ થનારા આ ગીતનું નામ ‘ઈશ્ક જૈસા કુછ’ છે. આ પોસ્ટરને શેર કરતાં રિતિક રોશને લખ્યું કે, ‘ઈશ્ક જૈસા કુછ’ 22મી ડિસેમ્બરે રિલીઝ થશે. દીપિકા પાદુકોણે પણ આ જ કેપ્શન સાથે પોસ્ટ શેર કરી છે. તમને જણાવી દઈએ કે એરિયલ એક્શનના ક્ષેત્રમાં દેશનો આ પહેલો પ્રયાસ છે. આ પહેલી ફિલ્મ હશે જેમાં પાવરફુલ એરિયલ એક્શન જોવા મળશે. તેથી સ્વતંત્રતા દિવસ સાથે, ‘ફાઇટર’ એ પ્રથમ મોશન પોસ્ટરનું અનાવરણ કરીને તેની પાંખો ફેલાવી છે, જેનું શીર્ષક છે ‘સ્પિરિટ ઑફ ફાઇટર’. તમને જણાવી દઈએ કે, Viacom18 સ્ટુડિયો દ્વારા Marflix Pictures સાથે મળીને પ્રસ્તુત, ‘Fighter’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. આમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field