Home મનોરંજન - Entertainment ઐશ્વર્યા-અભિષેકના દૂર થવાનું કારણ અમિતાભ બચ્ચન!

ઐશ્વર્યા-અભિષેકના દૂર થવાનું કારણ અમિતાભ બચ્ચન!

59
0

(જીએનએસ),૨૦

બચ્ચન પરિવારમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. સમાચાર આવી રહ્યા છે કે બંને જલ્દી અલગ થવાના છે. આ અફવાઓ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ઐશ્વર્યાએ પતિ અભિષેક બચ્ચનનું ઘર છોડી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા તેના પિતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જોકે આરાધ્યાના સ્કુલ ફંક્શનમાં બન્ને સાથે જોવા મળ્યા હતા અને તે બાદ ચર્ચાઓનો દોર થોડો શાંત પડ્યો હતો. એશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અનેક ચર્ચાઓ હજુ સુધી બચ્ચન પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ ચર્ચાઓ શરુ થઈ અમિતાભ બચ્ચનના જન્મદિવસથી એટલેકે 11 ઓક્ટોબર 2023ના રોજ અમિતાભ બચ્ચન 81 વર્ષના થયા ત્યારે એક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમિતાભ બચ્ચનના પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તેની તસવીર પણ સામે આવી હતી, પરંતુ જ્યારે ઐશ્વર્યાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે તેણે ફેમિલી ફોટો ક્રોપ કર્યો હતો. બિગ બી અને પુત્રી આરાધ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને, જયા બચ્ચન, નવ્યા નવેલી અને અગસ્ત્ય નંદાને ફ્રેમમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ પછી શ્વેતા નંદાએ પણ એ જ તસવીરો શેર કરી જેમાં આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો. આ પછી, પરિવારમાં અણબનાવની અફવાઓ ફેલાવા લાગી..

ઐશ્વર્યાથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક લગ્નની વીંટી વગર એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો, જે તે હંમેશા પહેરી રાખે છે. ત્યારથી અફવાઓએ વેગ પકડ્યો હતો. આ પછી, તાજેતરમાં ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરીને બધાનું ધ્યાન ખેંચ્યું અને પછી અફવાઓ વધુ જોર પકડ્યું. આ અફવાઓ વચ્ચે, અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક ટ્વીટ પણ શેર કર્યો. જેમાં અભિનેતાએ લખ્યું – સબ કુછ કિયા ગયા….જો કરના થા કિયા, જો કિયા તો કિયા. સોશિયલ મીડિયામાં આ પોસ્ટે પરિવારમાં ચાલી રહેલા અણબનાવના તરફ ઈશારો કરી રહી હોવાનું જણાયુ. જો કે, આર્ચીઝની સ્ક્રીનિંગમાં આખો બચ્ચન પરિવાર એકસાથે જોવા મળ્યો હતો, જે બાદ અફવાઓ પર વિરામ લગાવવામાં આવ્યો હતો પણ જ્યારે એશ્વર્યા અભિષેક અલગ અલગ કામમાંથી ઉતરતા જોવા મળ્યા તે વાતે પણ વેગ પકડ્યો જોકે બન્ને બાદમાં સાથે જતા પણ જોવા મળ્યા હતા પણ જ્યાં સુધી બચ્ચન પરિવાર તરફથી સત્તાવાર નિવેદન ના આવે આ ત્યાં સુધી અફવા જ કહી શકાય છે. જોકે સત્ય શું છે આ બધા પાછળ એ તો બચ્ચન પરિવાર જ જાણે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field