Home મનોરંજન - Entertainment રશ્મીકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં પોલીસે ચાર શકમંદોની ઓળખ કરી

રશ્મીકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં પોલીસે ચાર શકમંદોની ઓળખ કરી

42
0

(જીએનએસ),૨૦

અભિનેત્રી રશ્મિકા મંદાના આ દિવસોમાં ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેત્રીનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ અંગે ભારે વિવાદ અને હોબાળો મચી ગયો હતો. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે રશ્મિકાના ડીપફેક પ્રોફાઈલ કેસમાં ચાર શકમંદોની ઓળખ કરી છે. જો કે હજુ મુખ્ય સૂત્રધારની શોધ ચાલુ છે. હાલમાં સરકારી એજન્સી દ્વારા એક એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું હતું કે દિલ્હી પોલીસ દ્વારા ચાર શંકાસ્પદોને ટ્રેક કરવામાં આવ્યા છે. જેમના દ્વારા રશ્મિકા મંદન્નાનો ડીપફેક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે..

રશ્મિકા મંદાનાએ હૈદરાબાદમાં તાજેતરમાં રિલીઝ થયેલ બ્લોકબસ્ટર ડ્રામા ‘એનિમલ’નું પ્રમોશન કરતી વખતે ડીપફેક્સને “ડરામણી” ગણાવી હતી. વિડિયો ક્લિપ વાયરલ થયા બાદ તેણે સમર્થન આપનારા તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. રશ્મિકાના ડીપફેક વીડિયો વાયરલ થતા જ ઈન્ડસ્ટ્રી એક્ટ્રેસના સમર્થનમાં સામે આવી ગઈ હતી. ‘Good Bye’માં રશ્મિકાના પિતાની ભૂમિકા ભજવનાર અમિતાભ બચ્ચન સૌથી પહેલા સમર્થનમાં આવ્યા હતા. બાદમાં મૃણાલ ઠાકુર, નાગા ચૈતન્ય અને ચિન્મયી શ્રીપદાએ પણ ‘પુષ્પા’ અભિનેત્રી માટે સ્ટેન્ડ લીધો હતો.. વાયરલ ડીપફેક વિડીયો પર પ્રતિક્રિયા આપતા, રશ્મિકાએ એક પોસ્ટ રીલીઝ કરી હતી જેમાં લખ્યું હતું કે, “મને આ શેર કરતા ખરેખર દુઃખ થાય છે અને મારે મારા ડીપફેક વિડીયો ઓનલાઈન ફેલાવા વિશે વાત કરવી છે. પ્રામાણિકપણે.” આવું કંઈક અત્યંત ડરામણું છે, માત્ર મારા માટે જ નહીં. ” , પરંતુ આપણામાંના દરેક માટે પણ જેઓ આજે ટેક્નોલોજીના દુરુપયોગને કારણે ખૂબ જ નુકસાન માટે સંવેદનશીલ છે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field