Home દેશ - NATIONAL કોરોનાના નવા JN.1 વેરિઅન્ટને WHOએ ’વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ હોવાનું જણાવ્યુ

કોરોનાના નવા JN.1 વેરિઅન્ટને WHOએ ’વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ હોવાનું જણાવ્યુ

64
0

ભારતમાં કોરોનાના 288 નવા કેસ, દર્દીઓની સંખ્યા 1,970, મૃત્યુઆંક 5,33,318 થયો

(જીએનએસ),૨૦

ભારતમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે . દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને કેરળમાં નોંધાયેલા JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસ બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઇ ગઇ છે . કેન્દ્ર સરકારે ફરી એક વખત રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરીને તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે સૌના મનમાં સવાલ થઇ રહ્યો છે કે શું કોરોનાનો સબ-વેરિયન્ટ JN.1 જીવલેણ છે. દેશમાં કોવિડ -19 કેસોમાં તાજેતરના વધારા વચ્ચે, દિલ્હીના ડોકટરોએ લોકોને માસ્ક પહેરવા, ભીડથી દૂર રહેવા અને આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે દેશમાં કોરોના વાયરસના 288 નવા કેસ નોંધાયા છે. દર્દીઓની સંખ્યા વધીને 1,970 થઈ ગઈ છે. ભારતમાં JN.1 નો પહેલો કેસ 8 ડિસેમ્બરે કેરળની એક મહિલા પાસેથી લેવામાં આવેલા નમૂનામાં મળી આવ્યો હતો, જેમાં હળવા લક્ષણો હતા. તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો એક પ્રવાસી સિંગાપોરમાં જેએન-1થી સંક્રમિત જોવા મળ્યો હતો. દેશમાં કોવિડ -19 કેસોમાં તાજેતરના વધારા વચ્ચે, દિલ્હીના ડોકટરોએ લોકોને માસ્ક પહેરવા, ભીડથી દૂર રહેવા અને આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંગળવારે JN-1 કોરોનાવાયરસના સ્ટ્રેનને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે. જો કે તેમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે વેરિઅન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. WHOએ કહ્યું કે ઉપલબ્ધ પુરાવાના આધારે JN-1 થી પબ્લિક હેલ્થ રિસ્કને ઓછું માનવામાં આવે છે..

મંગળવારે ભારતમાં કોરોના વાયરસના 288 નવા કેસ નોંધાયા છે. દર્દીઓની સંખ્યા વધીને 1,970 થઈ ગઈ છે. મંગળવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર મૃત્યુઆંક વધીને 5,33,318 થઈ ગયો છે. દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 4.50 કરોડ એટલે કે 4,50,05,364 છે. કોરોનાથી સ્વસ્થ્ય થયેલા લોકોની સંખ્યા વધીને 4,44,70,076 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.81 ટકા છે. કોરોનાથી મોતને ભેટનારનો દર 1.19 ટકા છે. JN-1ને તેના મૂળ વંશ BA-2-86ના ભાગ તરીકે ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. યુએન એજન્સીએ કહ્યુ હતું કે હાલની વેક્સીન જેએન-1 અને કોવિડ-19 વાયરસના અન્ય પ્રકારોથી થતા ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે એજન્સીના નવીનતમ અંદાજો અનુસાર સબવેરિયન્ટ JN-1 ને કારણે 8 ડિસેમ્બર સુધીમાં યુએસમાં અંદાજે 15 ટકાથી 29 ટકા કેસ નોંધાયા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર હાલમાં એવા કોઈ પુરાવા નથી કે જેએન-1 હાલમાં ફરતા અન્ય પ્રકારો કરતાં લોકોના સ્વાસ્થ્ય માટે વધુ જોખમ ઊભું કરે છે અને રસી અમેરિકનોને વેરિઅન્ટ સામે રક્ષણ આપી શકે છે. CDCના જણાવ્યા અનુસાર જેએન-1 સપ્ટેમ્બરમાં પ્રથમ વખત યુએસમાં મળી આવ્યો હતો. ગયા સપ્તાહે ચીને COVID સબવેરિયન્ટ્સના સાત સંક્રમણ શોધી કાઢ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટમાં આપેલી માહિતી અનુસાર હાલમાં દેશમાં કોરોના વેક્સિન અભિયાન હેઠળ 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા કેટલાક રાજ્યોમાં કોવિડ સહિત શ્વસન રોગોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આજે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીની સમીક્ષા કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field