Home દુનિયા - WORLD ૨૦ દેશોમાં વર્ષ ૨૦૨૪માં માનવીય સંકટની સ્‍થિતિ વધુ ખરાબ થશે : રીપોર્ટ

૨૦ દેશોમાં વર્ષ ૨૦૨૪માં માનવીય સંકટની સ્‍થિતિ વધુ ખરાબ થશે : રીપોર્ટ

40
0

(જીએનએસ),૨૦

જળવાયુ ખતરા વચ્‍ચે આશંકા છે કે ૨૦ દેશોમાં આવતા વર્ષે માનવીય સંકટની સ્‍થિતિ વધુ ખરાબ થશે. ઇન્‍ટરનેશનલ રેસ્‍ક્‍યુ કમિટીની ઇમરજન્‍સી વોચલિસ્‍ટ રિપોર્ટમાં સુદાનને આ સંજોગો વચ્‍ચે સર્વાધિક સંવેદનશીલ માનવામાં આવ્‍યું છે.ત્‍યારબાદ કબ્‍જા હેઠળ પેલેસ્‍ટિનિયન ક્ષેત્રો અને દક્ષિણી સુદાન પર સંકટના વાદળો ઘેરવાની આશંકા છે.આ રિપોર્ટ તે સમયે આવ્‍યો છે જયારે આ વર્ષે માનવીય સહાયતાની જરૂરિયાતવાળા લોકોની સંખ્‍યા વધીને ૩૦ કરોડ થઇ ગઈ છે અને વિસ્‍થાપિતો વ્‍યક્‍તિનો આંકડો ૧૧ કરોડ સુધી પહોંચી ગયો છે..

જળવાયુ પરિવર્તન, સશષા સંઘર્ષ અને વધતા દેણા૨૦૨૪ માં વિશ્વમાં માનવીય સંકટ વધી જશે. માનવીય સ્‍થિતિ બગડવાના આશંકા વાળા દેશોમાં ઉપ-સહારા આફ્રિકાના ૯ દેશોની સાથે સાથે એશિયામાં મ્‍યાનમાર તેમજ અફઘાનિસ્‍તાન, મધ્‍યપૂર્વમાં સીરિયા, લેબેનોન અને યમન, યુરોપનું યુક્રેન, દક્ષિણ અમેરિકાનું ઇક્‍વાડોર અને કેરેબિયનમાં હૈતી સામેલ છે. કેટલાક આફ્રિકી દેશોના જીવનસ્‍તરમાં તેજીથી સુધારો કરવામાં આવ્‍યો છે. પરંતુ સંઘર્ષ, સત્તા પલટો, અને ગરીબી જેવી સમસ્‍યાઓ ખતરનાક સ્‍તરે વધી રહી છે. બીજી બાજુ અલનીનો મોસમની ઘટનાઓ જળવાયું માટે ખતરારૂપ છે..

હિંસક પ્રવૃત્તિમાં વધારાના કારણે અનેક વેનેઝુએલા શરણાર્થીઓનું ઘર પહેલીવાર આ યાદીમાં સામેલ થયું છે. દેશમાં મોટા પાયે માદક પદાર્થોની દાણચોરી અને મહામારી તેમજ જળવાયુ જોખમે આર્થિક રૂપે તેને નબળું પાડયું છે. કેરેબિયાઈ દેશ હૈતીમાં અડધી વસ્‍તીને માનવીય સહાયતાની જરૂરિયાત છે અને તેની સંભાવના ઓછી છે કે શક્‍તિશાળી સશષા ગેંગ સાથે લડવામાં પોલીસની મદદ કરવાના સંયુક્‍ત રાષ્ટ્રના પ્રયાસોથી આવતા વર્ષે સ્‍થિટીમ મહદ અંશે સુધારો થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field