(જીએનએસ),૨૦
ગુજરાતીઓ માટે થાઈલેન્ડ એટલે માત્ર સુંદર બીચ જ નહિ. ગુજરાતી પુરુષો માટે થાઈલેન્ડ એટલે સુંદર હસીનાઓનું સ્વર્ગ. થાઈલેન્ડ એટલે રાતભર રંગીન ગલીઓમાં રખડવાની મજા. થાઈલેન્ડ એટલે બાર અને પબમાં દારૂ પીવાનો આનંદ. થાઈલેન્ડ એટલે કોલગર્લ અને દેહ વ્યાપારનો દેશ. આ બધા માટે થાઈલેન્ડના બેંગકોક, પટાયાની નાઈટલાઈફ ફેમસ છે. ભારતના લાખો પર્યટકો દર વર્ષે અને ખાસ કરીને ન્યૂ યરના સમેય થાઈલેન્ડની રંગીન રાતોની મજા લેવા માટે પટાયા કે બેંગકોક પહોંચે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, થાઈલેન્ડની આ રંગીન રાતો પાછળ કેવુ દર્દ છુપાયેલું છે. થાઈલેન્ડની પટાયા અને બેંગકોકમાં બીયરની બહાર, બોડી મસાજ, જુગારના અડ્ડ અને સેક્સ ટ્રેડથી ભરપૂર રાતની રંગીન હસીનાઓ કેવી છે. તમને જણાવી દઈએ કે, થાઈલેન્ડમાં દેહ વેપાર ધીકતો ધંધો છે. અહીંની નાની વયની દીકરીઓ પણ આ વ્યવસાયમાં જતી રહે છે..
2018 ના આંકડા અનુસાર, થાઈલેન્ડમાં અંદાજે 1 લાખ 23 હજાર સેક્સ વર્કર્સ છે. જેમાં ગત ચાર વર્ષમાં તોતિંગ વધારો થયો છે. પોલ ડાન્સ કરતી યુવતીઓ અહીં વધારે ફેમસ છે. તેમનો પોલ ડાન્સ જોવા દૂર દૂરથી લોકો આવે છે. અહી બોડી મસાજ અને બાર ગર્લ્સની આડમાં દેહ વેપારનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. ભારતીય પર્યટકો પણ આ પાછળ દિવાના બનીને પોલ ડાન્સ માણવા પહોંચે છે. રાતની બદનામ ગલીઓમાં થાઈલેન્ડની હસીનાઓ પાછળ ગુજરાતી પુરુષો લટુડાપટુડા કરતા પહોંચે છે. પટાયાના રસ્તા પર તો હાથમાં રેસ્ટોરન્ટ અને બારની બહાર પોસ્ટર લઈને યુવતીઓ ઉભી હોય છે. જે ભારતીય પુરુષોને આકર્ષે છે. તેમને રીઝવે છે. બારમાં આવતા વિદેશી પુરુષો માટે આ યુવતીઓ પોલ ડાન્સ કરીને તેમને આકર્ષે છે. વિદેશી પુરુષોને આકર્ષવા માટે અહી યુવતીઓ રસ્તા પર જ બોર્ડ લઈને ઉભી હોય છે. જેમાં તેઓ અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને પુરુષોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.