(જી.એન.એસ),તા.૧૮
ખેડા RTO દ્વારા હાલ તમામ ટોલ પ્લાઝા પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આવા સમયે ખેડા જિલ્લામાં આવેલી ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ડાકોર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગનું વાહન નંબર પ્લેટ લગાવ્યા વિના ચલાવાતુ હોવાનું સામે આવ્યુ છે. રધવાણજ ટોલ પ્લાઝા પાસે RTO દ્વારા વાહન ચેકીંગ દરમિયાન આ વાહન પકડાયું છે. શંકાસ્પદ સ્થિતિમાં પાલિકાનું વાહન અમદાવાદ લઇ જવામાં આવી રહ્યુ હતુ, ત દરમિયાન પાલિકા દ્વારા તેને રોકવામાં આવ્યુ હતુ. 2015થી નંબર પ્લેટ વિના જ પાલિકાનું વાહન વાપરવામાં આવતું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.