ધોરાજીમાં ડુંગળીને પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઈ
(જી.એન.એસ),તા.૧૮
એક તરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા જ્યારે બીજી તરફ ખેતરમાં તૈયાર થઈને પડેલી ડુંગળી પડી પડી સડી રહી છે. બજારમાં વેપારીઓ ખરીદી નથી રહ્યા અને ખરીદે તો સાવ ઓછા ભાવ આપે છે એ જોતા ધોરાજીના ખેડૂતોની હાલત દયનિય બની છે. ખેતરોમાં તૈયાપર થઈને પડેલી ડુંગળી બગડવાની તૈયારીમા છે. રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોની વાત કરીએ તો અતિવૃષ્ટિ અને માવઠાનો માર સહન કરીને હારી ચુકેલા ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રડાવ્યા છે. ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યુ. જેમા વાવેતરથી લઈને ઉત્પાદન સુધી એક વીઘાએ અંદાજીત 20 થી 22 હજારનો ખર્ચ કરવામાં આવ્યો. પરંતુ હવે નિકાસ પર પ્રતિબંધ આવી જતા પોષણક્ષણ ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોનું કહેવુ છે કે જે ડુંગળી એક મહિના પહેલા 7400 થી 800 રૂપિયા મણ વેચાતી હતી તે ડુંગળી સરકારના નિકાસબંધીના નિર્ણય બાદ 200 થી 250 રૂપિયે મણ વેચાઈ રહી છે. ખેડૂતોનુ કહેવુ છે કે એક કિલો ડુંગળીની પડતર જ 20 થી 25 રૂપિયા પડી છે. ત્યારે હવે વેપારીઓ તેમની પાસે 10 રૂપિયે કિલો ડુંગળી માગી રહ્યા છે..
ખેડૂતોની વ્યથા છે કે જે ડુંગળી 25 રૂપિયે કિલો વેચાતી હતી તે હવે વેપારીઓ 10 રૂપિયે માગી રહ્યા છે. આટલા ભાવમાં પડતર પણ ઉભી થતી નથી. લાલ ડુંગળી અંગે ખેડૂતો જણાવે છે કે તેને 15 થી 20 દિવસ સુધી રાખી શકાય છે. બાદમાં આ ડુંગળી બગડી જાય છે. ત્યારે જેને લઈને ખેડૂતો મુંઝાયા છે. ખેડૂતો જણાવે છે કે હવે બગડવાની તૈયારી જ છે. ઢગલે મોઢે ડુંગળી બગડવા જ માંડી છે. ખેડૂતોનું કહેવુ છે કે નિકાસબંધી પહેલા ડુંગળી ઉપાડી લીધી હતી અને ઓચિંતાની સરકારે નિકાસ બંધ કરી દીધી. જેને લઈને ડુંગળી હવે વેચાઈ નથી રહી અને ખેતરમાં જ પડી રહી છે. ખેડૂતોનુ કહેવુ છે કે એકવાર ડુંગળી ઉપાડી લીધા બાદ વધીને 4થી5 દિવસ સારી રહે છે ત્યારબાદ બગડવાની શરૂઆત થઈ જાય છે. હવે ભાવ મળતા નથી અને વેપારીઓ જે ભાવે માગી રહ્યા છે તેમાંથી પડતર પણ ઉભી થતી નથી ત્યારે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેડૂતોની રજૂઆત છે કે સરકાર ફરી નિકાસ શરૂ નહીં કરે તો તેમને નાછૂટકે આંદોલન કરવુ પડશે. ધોરાજી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયુ છે, પાક પણ લેવાઈ ગયો છે અને હવે નિકાલ નહીં થાય તો ખેડૂતોને ડુંગળી ફેંકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચે. ત્યારે સરકાર ઝડપથી આ મામલે ખેડૂતોને હિતમાં નિર્ણય કરે તેવી માગ ઉઠી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.