Home દુનિયા - WORLD અમેરિકામાં બેઘર લોકોની સંખ્યા વિક્રમી સ્તરે પહોંચી

અમેરિકામાં બેઘર લોકોની સંખ્યા વિક્રમી સ્તરે પહોંચી

28
0

બેઘર લોકોમાં માં પણઅશ્વેત લોકોનુ પ્રમાણ સૌથી વધુ જે 37 ટકા જેટલું છે

(જી.એન.એસ),તા.૧૮

ભારતના મોટા શહેરો દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, બેગ્લોર સહીતના શહેરોમાં પાછલા બે વર્ષની સરખામણીએ, ઘરનું ભાડું તાજેતરના સમયમાં ઝડપથી વધ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં જે ફ્લેટ બે વર્ષ પહેલા 15 હજાર રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર મળતો હતો તે હવે 30 હજાર રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર મળી રહ્યો છે. પરંતુ મકાન ભાડામાં વધારો થવાની સમસ્યા માત્ર ભારત પુરતી જ મર્યાદિત નથી. સુપર પાવર અમેરિકામાં પણ લોકો ઝડપથી વધી રહેલા ઘરભાડાથી હેરાન પરેશાન છે. આ કારણે અમેરિકામાં આ વર્ષે બેઘર લોકોની સંખ્યા વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકામાં જે રીતે મકાનની કિંમત વધી છે તે જોતા છેલ્લા કેટલાક સમયથી લોકો માટે ઘરનું ઘર ખરીદવું સામાન્ય માણસની તો પહોંચની બહાર જ છે..

હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષની શરૂઆતમાં બેઘર લોકોની સંખ્યામાં 12 ટકા જેટલો વધારો થયો છે. હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના વાર્ષિક સર્વેક્ષણ, કે જેને ‘પોઇન્ટ-ઇન-ટાઇમ’ અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. તે સમગ્ર યુ.એસ.એ. માં એવા લોકોની સંખ્યા પર આધારિત છે કે, જેઓ ગયા જાન્યુઆરીમાં એક જ રાતે વિવિધ આશ્રયસ્થાનો, અસ્થાયી આવાસ અથવા બહારના ખુલ્લા સ્થળોએ રોકાયા હોય. સર્વેમાં જાણવા મળ્યું છે કે તે રાત્રે 6 લાખ 50 હજારથી વધુ લોકો બેઘર જણાયા હતા. હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના 2007 માં વાર્ષિક સર્વેક્ષણના રિપોર્ટિંગ શરૂ થયા પછી આ સૌથી વધુ બેઘર હોવાનું પ્રમાણ હતું..

હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના વાર્ષિક સર્વેક્ષણ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, અમેરિકામાં તમામ પ્રકારની ઘરગથ્થુ કેટેગરીમાં બેઘર લોકોની સંખ્યામાં વધારો થયો છે. જો કે, અશ્વેત રંગના લોકોમાં બેઘર હોય તેવા લોકોનું પ્રમાણ વધુ છે. અશ્વેત લોકો યુએસની વસ્તીના લગભગ 13 ટકા છે. પરંતુ બેઘર લોકોમાં તેમનું પ્રમાણ 37 ટકા જેટલું છે. વર્ષ 2022 અને 2023 વચ્ચે એશિયન અથવા એશિયન-અમેરિકન વસ્તીમાં પણ ઘરવિહોણા હોય તેવા લોકોની ટકાવારીમાં સૌથી વધુ વધારો થવાની ધારણા સેવવામાં આવી રહી છે. આ વધારો 40 ટકાની આસપાસ રહેવાની સંભાવના છે..

અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઘર ભાડામાં ભારે વધારો થયો છે. લેટિન સમુદાયોના લોકો બેઘર હોનારાની સંખ્યા સૌથી વધુ વધી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 2023ના વર્ષમાં 28 ટકા વધુ લેટિન લોકો બેઘર થવાની ધારણા છે. લેટિન લોકોની વસ્તીએ અમેરિકામાં બેઘર હોય તેવા લોકોની કુલ સંખ્યાની વૃદ્ધિમાં 55 ટકા જેટલો હિસ્સો છે. આ વર્ષે એટલે કે 2023માં વધુ 39,106 લેટિનો બેઘર બન્યા હોવાનું ગણવામાં આવે છે. હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના વાર્ષિક સર્વેક્ષણ અનુસાર, અમેરિકામાં પહેલીવાર બેઘર બનનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. અમેરિકન નાણાકીય વર્ષ 2021 અને 2022 વચ્ચેના સમયગાળામાં નવા બેઘર થનારા લોકોની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતનો ડોન અબ્દુલ લતીફથી તો દાઉદ ઈબ્રાહિમ પણ ડરતો હતો!
Next articleરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના પરમાણુ દળોને એલર્ટ કર્યા