Home ગુજરાત બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે રાહત ભરી મેડીકલ સેવાનો પ્રારંભ

બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે રાહત ભરી મેડીકલ સેવાનો પ્રારંભ

25
0

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે ક્લિનિક ઓન વ્હીલ સેવાનો પ્રારંભ થયો

(જી.એન.એસ),૧૭

ગુજરાતની બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે રાહત ભરી મેડિકલ સેવાનો પ્રારંભ થયો છે. શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે ક્લિનિક ઓન વ્હીલ સેવા શરૂ કરાઈ છે. આ ક્લિનિક ઓન વ્હીલ વાન પોતાના તબીબી સ્ટાફ સાથે ગુજરાતના બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને તેમની જગ્યા ઉપર જઈને સારવાર આપશે.

આ અંગે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પ્રકાશ કુરમી એ જણાવ્યું છે કે આ કન્સલ્ટન્સી માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં. આ સાથે આ સેવાના કારણે બોર્ડર પર દેશની રક્ષા કરનાર જવાનોને મહત અંશે રાહત મળશે. રસના ગ્રુપ દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત અપાયેલી આ મેડિકલ વાન સ્પેશિયલી એવી રીતે બનાવવામાં આવી છે કે જેમાં દૂર દૂરના ગામડાઓમાં ફરજ બજાવતા બોર્ડરના જવાનો સુધી પહોંચીને કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર તેઓને કન્સલ્ટિંગ કરીને તેમના રિપોર્ટ કાઢીને તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ગુજરાતમાં ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે આવી સેવા સૌ પ્રથમવાર શરૂ થઈ છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

આ ક્લિનિક ઓન વ્હીલના પ્રારંભ પ્રસંગે રસના ગ્રુપના માલિક તેમજ સાઉથ કોરિયાના માનદ કોન્સોલ જનરલ શ્રી પિરૂજ ખંભાતા, કોન્સોલ શ્રી ડોસીક કિમ, એસોસીએશન હેડ ઓફ કોરિયન શ્રી કો યુંગ, ઓફિસિયલ સુમીન સોંગ તેમજ શ્રી સંધિ હાન ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડાયમંડ સિટી સુરતનું રાજ્ય અને દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં આગવું યોગદાન
Next articleપાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ