Home ગુજરાત ડાયમંડ સિટી સુરતનું રાજ્ય અને દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં આગવું યોગદાન

ડાયમંડ સિટી સુરતનું રાજ્ય અને દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં આગવું યોગદાન

24
0

¤ SDB બનશે ડાયંમડના આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્રબિંદુ: અહીં વ્યાપારીઓને મળશે બહુઆયામી સુવિધાઓ

(જી.એન.એસ),૧૭

મુખ્યત્વે ડાયમંડ સિટી અને સિલ્ક સિટીની ઓળખ ધરાવતા સુરતમાં વિશ્વના ૧૦ માંથી ૮ હીરાનું કટિંગ અને પોલિશીંગ થાય છે. માત્ર સુરતમાં જ વિશ્વની ૪૨ ટકા અને દેશની ૭૦ ટકા રફ ડાયમંડ કટિંગ અને પોલિશીંગ થાય છે. દેશની ડાયમંડ નિકાસમાં સુરતનો ફાળો ૪૦ ટકા છે. ઉપરાંત, દેશના કુલ મેન મેડ ફાઈબરમાં સુરતનો હિસ્સો ૧૮ ટકા અને કાપડ ઉત્પાદનમાં ૧૨ ટકા હિસ્સો છે.

ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેક્ટેડ બિલ્ડીંગ છે, જેની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. ૬૫ લાખ ચોરસ ફૂટમાં બાંધકામ ધરાવતા બુર્સમાં વિશાળ એન્ટ્રી ગેટ અને રિસેપ્શન, સિક્યુરિટી સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ, ટ્રેડિંગ હોલ, સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ, મ્યુઝિયમ, ફુડ ઝોન, બેન્ક, કસ્ટમ ઓફિસ, એમ્ફી થિયેટર, મની ટ્રાન્સફર ડેસ્ક, ટ્રાવેલ ડેસ્ક, રિટેલ ઝોન, ભારતનું સૌથી મોટું ઓક્શન હાઉસ, સિક્યોરિટી કંન્ટ્રોલ રૂમ, ડાયમંડ કલબ જેવી બહુઆયામી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

૩૦૦ સ્કવેર ફુટથી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો નિર્માણ પામી છે. બુર્સમાં કુલ ૯ ટાવર + ગ્રાઉન્ડ + ૧૫ માળ + ૨ બેઝમેન્ટ છે. બુર્સના વિશાળ કેમ્પસમાં ૧૧,૦૦૦ ટુ-વ્હીલ અને ૫,૧૦૦ ફોર-વ્હીલ પાર્કીંગની સુવિધા છે. પોલિશ્ડ અને રફ ડાયમંડ ઓક્શન માટે ઓક્શન હાઉસની સુવિધા, ઈઝરાયેલની C4i ટેકનોલોજીયુક્ત, સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી સંચાલિત અને ૪૦૦૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરા સાથેની હાઈટેક એડવાન્સ સિકયુરીટી સિસ્ટમ દ્વારા આ બિલ્ડીંગમાં અભેદ્ય સુરક્ષાકવચ ઉભું કરાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએકતા નગર ખાતે પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આટોઇઆ એવોર્ડ એનાયત
Next articleબોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે રાહત ભરી મેડીકલ સેવાનો પ્રારંભ