Home દેશ - NATIONAL રેલવેએ નાણાકીય વર્ષ 24 માટે તેના રૂ. 2.4 લાખ કરોડના બજેટનો 70%...

રેલવેએ નાણાકીય વર્ષ 24 માટે તેના રૂ. 2.4 લાખ કરોડના બજેટનો 70% ઉપયોગ કરવામાં આવ્યો : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

52
0

(જી.એન.એસ),તા.૧૭

નવીદિલ્હી,

ભારતીય રેલવે આગામી સમયમાં કુલ 1 લાખ કરોડના રોકાણની તૈયારી કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતે જણાવ્યુ હતું કે ઘણી નવી ટ્રેનો ચલાવવાની યોજના છે. તેમણે જણાવ્યુ કે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એક મોટા અપગ્રેડેશનનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય પેસેન્જર અને માલવાહક પરિવહન માટે ટ્રેનોની ઉપલબ્ધતા વધારવાનો છે.. ભારતીય રેલવે આગામી સમયમાં કુલ 1 લાખ કરોડના રોકાણની તૈયારી કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતે જણાવ્યુ હતું કે ઘણી નવી ટ્રેનો ચલાવવાની યોજના છે. તેમણે જણાવ્યુ કે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એક મોટા અપગ્રેડેશનનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય પેસેન્જર અને માલવાહક પરિવહન માટે ટ્રેનોની ઉપલબ્ધતા વધારવાનો છે..

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવેએ નાણાકીય વર્ષ 24 માટે તેના રૂ. 2.4 લાખ કરોડના બજેટનો 70% ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, નવા ટ્રેક લગાવવાના પ્રોજેક્ટની યોજના મુજબ ચાલી રહી છે. ‘2030 સુધીમાં આર્થિક વિકાસના વર્તમાન સ્તરને પહોંચી વળવા માટે રેલવેમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે.. તેમણે જણાવ્યુ કે ટ્રેનોની સૂચિત ખરીદીમાં જાળવણી કરાર અને ભારતમાં ઉત્પાદન ફરજિયાત કરવાની શરતોનો સમાવેશ થશે. તેમણે માળખાકીય અને પ્રક્રિયાગત સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો જેના કારણે રેલવેમાં મૂડી ખર્ચને વેગ મળ્યો. એક ખાસ બજેટ નવીનીકરણ માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાં ટ્રેન, ટ્રેક, સેફ્ટી ટેક્નોલોજી અને સ્ટેશનો જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનો સમાવેશ થાય છે.. રેલ મંત્રી વૈષ્ણવે શુક્રવારે રાજ્યસભામાં ‘રેલ કૌશલ્ય વિકાસ યોજના’ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે, આ અંતર્ગત નવેમ્બર 2023 સુધીમાં કુશળ ઉમેદવારોને ભારતીય રેલ્વેની નોકરીઓમાં પસંદગી આપવામાં આવશે નહીં. પરંતુ અન્ય લોકોના કૌશલ્યને વધારવનું છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે આ યોજના સપ્ટેમ્બર 2021 માં શરૂ કરવામાં આવી હતી અને તેના હેઠળ નવેમ્બર 2023 સુધીમાં 26,791 ઉમેદવારોએ તેમની તાલીમ પૂર્ણ કરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉદ્યોગપતિ સજ્જન જિંદાલ પર દુષ્કર્મનો આરોપ, મહિલા ડોક્ટરની ફરિયાદ પર FIR નોંધાઈ
Next articleગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ એ નદીઓના સંરક્ષણ માટેની વૈશ્વિક પહેલ