Home ગુજરાત દેશના 229 બંદરો પર વાર્ષિક સામાનની થતી હેરફેરમાં ગુજરાત પ્રથમ નંબરે

દેશના 229 બંદરો પર વાર્ષિક સામાનની થતી હેરફેરમાં ગુજરાત પ્રથમ નંબરે

17
0

ગુજરાતના 49 બંદરેથી વર્ષે 55 કરોડ ટન માલની આયાત – નિકાસ

(જી.એન.એસ),તા.૧૬

ગુજરાત સતત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. માલની હેરફેરના આંકડાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે, સમગ્ર દેશના બંદરો પર જે સામાનની અવર-જવર થાય છે તેની સામે ગુજરાતનો આંકડો ક્યાં પહોંચે છે. દેશના 229 બંદરો પર વાર્ષિક 143 કરોડ ટન સામાનની આયાત-નિકાસ થાય છે. તેની સામે ગુજરાતના 49 બંદરેથી વર્ષે 55 કરોડ ટન માલની હેરફેર થાય છે. રાજ્યના 49 બંદરોથી 2022- 23માં 55 કરોડ ટનથી વધુ માલ- દેશના 229 બંદરો પર માલ-સામાનની આયાત-નિકાસ થાય છે. જેમાં 12 બંદરો મેજર છે, જેમાં ગુજરાતના કંડલા બંદરનો પણ સમાવેશ થાય છે.

કંડલા બંદરેથી 2022-23માં 13.75 કરોડ ટન સામાનની અવર- જવર નોંધાઇ છે. જ્યારે અન્ય 48 નોન-મેજર બંદરો પરથી 41.63 કરોડ ટન સામાનની અવર-જવર થઈ છે.  અહીં વિદેશ જતાં અને એક બંદરેથી બીજા બંદરે અવર-જવર થતા માલ-સામાનનો સમાવેશ થાય છે. દેશના લોજીસ્ટિક સેક્ટર માટેના પ્રોજેક્ટ સાગરમાલા હેઠળ ગુજરાતને 12 નિયત પ્રોજેક્ટ માટે 1059 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. માલ સમાનની આ પ્રકારે ટ્રાજેક્શનએ આર્થિક રીતે ગુજરાતના વિકાસદરને પણ ઉપર લઈ જાય છે. સાથો-સાથ દેશના વિકાસમાં પણ તેના ફાળો વધે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની ‘સૂરજ એસ્ટેટ ડેવલપર્સ’નો 18 ડિસેમ્બરે IPO ખુલશે
Next articleડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ