Home ગુજરાત કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની...

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ

17
0

સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ

મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ નવીન એપનું લોન્ચિંગ

(જીએનએસ), 14

ગાંધીનગર,

‘પહેલું સુખ તે જાતે નર્યા’ના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ -ગાંધીનગર ખાતે આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્ય સરકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલ ૧૦૦ ટકા ‘ઓર્ગેનિક્સ સ્ટોર’માં ખાદ્ય તેલ, વિવિધ ગરમ મસાલા, મિલેટસ્, ડ્રાયફ્રૂટ્સ,ચોખા, કઠોળ, લોટ-આટો, ડેઈલી ઇટેબલ, સ્વીટનર્સ, જ્યુસ, શાકભાજી, ફળફળાદી, કોલ્ડ કોફી અને વિવિધ સલાડ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે,આજે ગાંધીનગરની સાથે અમદાવાદમાં કેશવબાગ, સેટેલાઈટ અને શેલા એમ ચાર સ્થાનો પર ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્રુપ દ્વારા આગામી એક વર્ષમાં ગુજરાત‌ સહિત ભારતભરમાં ૩૦૦ જેટલા ઓર્ગેનિક્સ સ્ટોર શરૂ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

શુભારંભ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરની નવીન એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિહ ગોલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, સમાજ સેવક અને અંગદાનના પ્રેરક શ્રી દિલીપ દેશમુખ,ભાજપ અગ્રણી શ્રી કે. સી .પટેલ, કોર્પોરેટરશ્રીઓ,ગોકુલ ગ્રુપના એમ.ડી શ્રી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, સીઈઓ, સહિત મહાનુભાવો – ઉદ્યોગપતિઓઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરના કલોલ ખાતે “સ્વર્ણિમ હેલ્થ નેક્સસ” કાર્યક્રમનું આયોજન
Next articleઆરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ પેથોલોજી કોલેજનું લોકાપર્ણ