Home ગુજરાત ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની મુલાકાત વિભાગીય નાયબ નિયામક...

ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની મુલાકાત વિભાગીય નાયબ નિયામક શ્રી ર્ડા. સતીષ. કે. મકવાણા દ્વારા લેવામાં આવી

41
0

ગાંધીગનર સિવીલ હોસ્પિટલની મિલ્ક બેંક દ્વારા ૧૨ હજારથી વઘુ ઘાત્રી માતાઓનું મિલ્ક ડોનેશન માટે કાઉન્સીલીંગ કરાયું : બે હજારથી વઘુ નવજાત શિશુને મિલ્ક બેંકનો લાભ અપાયો

(જી.એન.એસ),તા.૦૭

ગાંધીનગર,

જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની મુલાકાત વિભાગીય નાયબ નિયામક શ્રી ર્ડા. સતીષ. કે. મકવાણા દ્વારા લેવામાં આવી હતી. તેમના હસ્તે મોડલ AFHC સેન્ટર બનાવવામાં આવ્યું છે જેને સેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ મિલ્ક બેંક વર્ષ ૨૦૨૧ થી સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે. જેનો મુખ્ય ઉદેશ નવજાત શિશુંને માતાનું દૂધ મળી રહે તે અંગેનું છે. આ મિલ્ક બેક દ્વારા અત્યાર સુધી અંદાજીત ૧૨૦૦૦થી વધુ ધાત્રી માતાઓનું મિલ્ક ડોનેશન માટે કાઉન્સીલીંગ કરવામાં આવ્યું છે. અંદાજીત ૨૦૦૦થી વધુ નવજાત શિશુને મિલ્ક બેંકનો લાભ આપવામાં આવ્યો છે. નાયબ નિયામકશ્રી દ્વારા AFHC વિભાગ જે હાલમાં પી.પી.વિભાગ ખાતે કાર્યરત હતું. જે હવે સિવિલ હોસ્પિટલ ખાતે મોડલ AFHC સેન્ટર બનાવવામાં આવ્યું. જે તેમના હસ્તે નાગરિકોની સેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે તરૂણ – તરૂણીઓને લગતા જાતીય પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. તેમજ તેમને જાતીય સંબંધી સમસ્યાઓનું જ્ઞાન આપવામાં આવશે.

આજની મુલાકાત દરમ્યાન નાયબ નિયામકશ્રી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓ જેવી કે, એસ.એન.સી.યુ., તાત્કાલિક સારવાર વિભાગ, ઓ.પી.ડી., દર્દી સેવા કેન્દ્ર, રેફરલ સર્વિસનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં વધુ આ સેવાઓને કઈ રીતે સુદઢ બનાવી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, નાયબ નિયામકશ્રીની અધ્યક્ષતામાં મેડીકલ કોલેજના મીટીંગ હોલમાં મીટીંગ લેવામાં આવી હતી. આ મીટીંગમાં ગાંધીનગર મેડીકલ કોલેજના ડીનશ્રી,ગાંધીનગર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી, તબીબી  અધિક્ષ્રકશ્રી, કોર્પોરેશન આર.સી.એચ. અધિકારીશ્રી, આર.એમ.ઓ.શ્રી અને સિવિલના અન્ય વહીવટી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આપવામાં આવતી સેવાઓની સમીક્ષા તેમજ દર્દીઓને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા અંગે સલાહ–સુચન આપવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field