રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો
(જી.એન.એસ),તા.૦૭
2 ડિસેમ્બરથી એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન પર સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટેના કેટલાક મહત્વના નિર્ણય પણ કરવામાં આવ્યા છે, ત્યારે સ્વચ્છતાને લઇને બસ સ્ટેશન પર કેટલુ ધ્યાન આપવામાં આવે છે, તે અંગેની ચકાસણી કરવા માટે ગૃહ રાજ્ય પ્રધાને ગાંધીનગર બસ ડેપોની સરપ્રાઇઝ વિઝીટ કરી. ગૃહ રાજ્ય પ્રધાન તથા વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ ડેપોની સરપ્રાઈઝ વિઝીટ કરી. ગત સપ્તાહ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. જે સમયે ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર બસ ડેપોમાં પ્લેટફોર્મ, શૌચાલય સહિતના તમામ વિભાગો પર કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં, તે જાણવા હર્ષ સંઘવીએ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને કર્મચારીઓ તથા મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી.
હર્ષ સંઘવીએ કર્મચારીઓ અહીં સ્વચ્છતા પર ધ્યાન આપે છે કે નહીં તે અંગે માહિતી મેળવી હતી. બસ સમયસર આવે છે કે નહીં, મુસાફરોને પીવાનું સ્વચ્છ પાણી મળે છે કે નહીં? તે અંગે પણ જાણકારી લીધી હતી. આ ઉપરાંત ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના પણ આપી છે કે, સ્વચ્છતા અને સુવિધાઓ પર પૂરતુ ધ્યાન આપવામાં આવે. મહત્વનું છે કે ગુજરાતની એસટી બસમાં રોજ લાખો લોકો મુસાફરી કરે છે. તેથી ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી બસ સ્ટેન્ડ પર 24 કલાક સફાઈકર્મી હાજર રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના 125 બસ સ્ટેન્ડ અને અન્ય જગ્યાઓ પર ચૂંટાયેલા સભ્યો જેમાં 550 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્ટેશનની સફાઈ માટે આ અભિયાન માં જોડાયા છે. ગુજરાત STએ આ બધા સાથે મળી સ્વચ્છતા અભિયાનની આજથી શરૂઆત કરી છે. લક્ઝરી બસ કરતા વધુ સારી કંઈ રીતે ST બસ સેવા બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.