Home ગુજરાત દેશમાં બેન-દીકરીઓ અસુરક્ષિત અને મોદી વિદેશમાં ફરવા ગયા : તોગડિયા

દેશમાં બેન-દીકરીઓ અસુરક્ષિત અને મોદી વિદેશમાં ફરવા ગયા : તોગડિયા

635
0

(જી.એન.એસ.) અમદાવાદ, તા.16
વીએચપીને રામરામ કીધા બાદ સોમવારે તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય તેમજ દેશમાં બાળકીઓ પર થયેલી બળાત્કારની ઘટનાની આકરી નિંદા કરી હતી. મોદી પર પ્રહાર કરતા તોગડિયાએ કહ્યું હતું કે દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે મોદી વિદેશ પ્રવાસે નીકળ્યા છે.
તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સંસદમાં રામ મંદિર અને ગૌ હત્યા મુદ્દે કાયદો બને તેવો મારો સંકલ્પ છે. સૈનિકો અને ખેડૂતોની આત્મહત્યા પર તોગડિયાએ કહ્યું હતું કે દેશની સરહદ પર સૈનિકો સુરક્ષિત નથી. દેશના ખેડૂતો ખેતરમાં આત્મહત્યા કરી રહ્યા છે. સરકાર એવી વ્યવસ્થા ઉભી કરે જેનાથી દેશમાં બહેન-દીકરીઓ પર અત્યાચાર ન થાય. સૈનિકો તેમજ ખેડૂતો સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સંસદમાં કાયદો બનાવવા માટે લાખો લોકોએ પોતાના પરસેવાની કમાણી આપી છે.
આરએસએસના નેતાઓ સાથે મુલાકાત અંગે તોગડિયાએ કહ્યું હતું કે આજે સંઘના બે પ્રાંત અધિકારીઓ મારી સાથે મુલાકાત કરવા માટે આવ્યા હતા. હું સંઘના જ વિચારોથી સંઘર્ષ કરવા નીકળ્યો હતો. એના કહેવાથી જ મેં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ છોડી દીધી હતી. મારા વિચાર અને વચનનું પાલન ન થતા હું ઉપવાસ કરવા જઈ રહ્યો છું.
તોગડિયા અને તેમના જૂથે ભાજપ સામે બાંયો ચઢાવી દીધી છે. અમદાવાદ ખાતે મંગળવારથી પ્રવીણ તોગડિયા આમરણાંત ઉપવાસ પર બેસવાના છે અને જેમાં તેમની સાથે વિશ્વ હિંદુ પરિષદ-ગુજરાત પાંખના પદાધિકારી, સંતો પણ જોડાવવાના છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ડો. પ્રવીણ તોગડિયા અમદાવાદના આરટીઓ પાસે આવેલા બત્રિસી સમાજની વાડીની બહાર સવારે 10થી પોતાના અચોક્કસ મુદ્દતના ઉપવાસ-ધરણા શરૂ કરવાના છે. પ્રવીણ તોગડિયાને જે રીતે વિદાય આપવામાં આવી તેનાથી વીએચપી-ગુજરાતના 90 ટકાથી વધુ કાર્યકરોમાં નારાજગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારથી પ્રવીણ તોગડિયા સાથે અનિશ્ચિત સમયના ધરણામાં કોણ-કોણ જોડાશે તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિ અનુસાર પ્રવીણ તોગડિયા સાથે પ્રારંભે 1500થી કાર્યકરો અનિશ્ચિત સમયના ધરણામાં જોડાશે.
આ પૈકી કેટલાક પ્રવીણ તોગડિયાને ટેકો આપવા માટે પ્રતિક ઉપવાસ પણ કરશે. પ્રવીણ તોગડિયાએ આમરણાંત ઉપવાસ માટે રામમંદિર, જમ્મુ કાશ્મીરના પંડિતોનું પુન:વસન, ખેડૂતો, રોજગારી જેવા કારણો ભલે દર્શાવ્યા હોય પરંતુ તેમનો મુખ્ય લક્ષ્યાંક ભાજપ સામે શક્તિ પ્રદર્શન કરવાના છે.
વીએચપી નેતા પ્રવીણ તોગડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વી.એસ કોકજે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. તેને લઈને નારાજ તોગડિયાએ પણ વીએચપી છોડવા અને 17 એપ્રિલથી અનિશ્ચિતકાળ સુધી અમદાવાદમાં ઉપવાસ શરૂ કરવાનું એલાન કર્યું છે.
ચૂંટણીમાં વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ વિષ્ણુ સદાશિવ કોકજે વચ્ચે મુકાબલો હતો. વિજય બાદ કોકજે વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાનું સ્થાન લેશે. તેની સાથે હવે તોગડિયા યુગનો અંત થઈ ગયો છે.
ડૉ.પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, 100 કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવવું શું ગુનો છે? હિંદુઓનો અવાજ દબાવવામાં આવ્યો. હવે વિશ્વ હિંદુ પરિષદમાં નથી. સત્ય, ધર્મને દબાવવામાં આવ્યું છે. હિંદુઓના અભિયાનથી આગળ વધીશ. કોઈ જ નવું સંગઠન નહી બનાવું.
તેમણે કહ્યું ટૂંક સમયમાં મોટી જાહેરાત કરીશ. મોટી જંગ જીતવા માટે ક્યારેક નાની હારનો સ્વીકાર કરવો પડે છે. આ પહેલા તોગડિયાએ ચૂંટણીની પ્રક્રિયાને વીએચપીને તોડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇશરત એન્કાઉન્ટર ઃ ફરિયાદી ગોપીનાથ પિલ્લઇનું અકસ્માતમાં મોત
Next articleરાજ્યમાં વધુ એક દુષ્કર્મ, રાજકોટમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર