ભારતીય ટીમ 3 મેચની T20, 3 મેચની ODI અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે
(જી.એન.એસ),તા.૦૫
ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપની હારથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં હવે તેમની સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ ભારતીય ટીમનો ફૂલ ફ્લેજ પ્રવાસ હશે, એટલે કે આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20માં શ્રેણી રમશે. આ શ્રેણી માટે બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા આગામી થોડા દિવસોમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે..
વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, આ બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ હતી. જો કે, આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો અને યુવા ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં રમી હતી. આ ટીમે શ્રેણી 4-1થી જીતી હતી. જો કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ઘણા ખેલાડીઓ વાપસી કરી રહ્યા છે. જો કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ODI અને T20 સિરીઝમાં નહીં રમે. આ બંને ટેસ્ટ શ્રેણીમાં ઉપલબ્ધ રહેશે.
સાઉથ આફ્રિકામાં જ્યારે પણ મેચ હોય છે ત્યારે દરેકને ઉત્સુકતા હોય છે કે મેચ કયા સમયે થશે. ભારતીય સમય અનુસાર પ્રથમ T20 મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બીજી અને ત્રીજી T20 મેચ રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. ODI સીરિઝની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અનુસાર ડે-મેચ છે પરંતુ ભારત મુજબ તે ડે-નાઈટ હશે. પ્રથમ મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. જ્યારે બીજી અને ત્રીજી ODI સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. ટેસ્ટ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.આ મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં આવશે જ્યારે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ Hotstar એપ પર થશે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમ આપ્રકારે છે… જેમાં
T20 ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, જીતેશ શર્મા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ સિંહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.
ODI ટીમ : કેએલ રાહુલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રજત પાટીદાર, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, દીપક ચાહર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, સાઈ સુદર્શન.
ટેસ્ટ ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી (ફિટનેસ પર આધાર રાખીને). તમામનો સમાવેશ કરવામાં આવે છે.
T20 શ્રેણી :
પ્રથમ મેચ- 10 ડિસેમ્બર, ડરબન
બીજી મેચ- 12 ડિસેમ્બર, ગ્બેખા (પોર્ટ એલિઝાબેથ)
ત્રીજી મેચ- 14 ડિસેમ્બર, જોહાનિસબર્ગ
ODI શ્રેણી :
પ્રથમ મેચ- 17 ડિસેમ્બર, જોહાનિસબર્ગ
બીજી મેચ- 19 ડિસેમ્બર, પોર્ટ એલિઝાબેથ
ત્રીજી મેચ- 21 ડિસેમ્બર, પાર્લ
ટેસ્ટ શ્રેણી :
પ્રથમ મેચ: 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન
બીજી મેચ: 3-6 જાન્યુઆરી, કેપટાઉન
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.