Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘ફાઈટર’ને લઈને લોકોનો ક્રેજ જોવા લાયક

ફિલ્મ ‘ફાઈટર’ને લઈને લોકોનો ક્રેજ જોવા લાયક

35
0

(જી.એન.એસ),તા.૦૫

દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગથી પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. બેક ટુ બેક આવી રહેલી તેની ફિલ્મો પણ આ વાતનો પુરાવો છે કે તે પોતાના કામને કેટલુ મહત્વ આપે છે. હવે તેની અપકમિંગ ફિલ્મ ‘ફાઈટર’ને લઈ લોકોનો ક્રેજ જોવા લાયક છે. તાજેત્તરમાં જ ફિલ્મથી દીપિકાનો પહેલો લુક સામે આવ્યો છે. દીપિકાની પ્રથમ ઝલકે લોકોની વચ્ચે એક્સાઈટમેન્ટનું લેવલ વધારી દીધુ છે. દીપિકા પાદુકોણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની આગામી ફિલ્મનો પ્રથમ લુક જાહેર કર્યો છે. તેના અંદાજને જોઈને સમજી શકાય છે કે ફિલ્મમાં તેનું પાત્ર દમદાર રહેવાનું છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીર શેયર થતાં જ ધમાલ મચી ગઈ છે..

ફોટોમાં તમે જોઈ શકો છો કે દીપિકાએ પોતાની આંખો પર કાળા ચશ્મા લગાવ્યા છે. તેની સાથે જ ખાખી વર્દીમાં દીપિકાને જોવાનું ફેન્સનું સપનુ પણ પૂરૂ થઈ ચૂક્યુ છે. દીપિકા પોતાના તમામ પાત્રોને સારી રીતે નિભાવે છે. તે જ કારણે તેમની ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થાય છે. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મમાં તે પ્રથમવાર Squadron Leaderના પાત્રમાં નજર આવશે. આનંદ રાયના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં દીપિકાના લુકને ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી ઋતિક રોશનની સાથે સ્ક્રીન શેયર કરતી નજરે આવશે. પડદા પર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી જોવા માટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં આ બંને સિવાય અનિલ કપૂર પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024એ થિયેટરોમાં રિલિઝ થવાની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field