(જી.એન.એસ),તા.૦૪
ODI વર્લ્ડ કપ બાદ હવે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ પહેલો પઢાવ હતો, જેને ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓએ પાર પાડ્યો છે અને હવે આફ્રિકા સીરિઝ માટે ટીમ તૈયાર છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની સીરિઝમાં પાંચ ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત કર્યા હતા અને T20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સિલેક્શન માટે દાવેદારી નોંધાવી હતી.
ઋતુરાજ ગાયકવાડ: ભારત-ઓસ્ટ્રેલિયા T20 સીરિઝમાં સૌથી વધુ રન ઋતુરાજ ગાયકવાડે નોંધાવ્યા હતા, જેમાં એક શાનદાર સદી પણ સામેલ છે. રોહિત અને શુભમન સાથે ત્રીજા ઓપનર તરીકે આ ખેલાડી સૌથી મોટો દાવેદાર છે. અનુભવ અને ટેલેન્ટ મામલે પણ આ ખેલાડી અન્ય ખેલાડીઓથી આગળ છે.
રિંકુ સિંહ: ભારતીય ટીમના નવા મેચ ફિનિશર તરીકે રિંકુ સિંહે પોતાની આગવી ઓળખ ઊભી કરી દીધી છે. ક્રિકેટના સૌથી ટૂંક ફોર્મેટમાં અંતિમ ઓવરોમાં રન બનાવવા મામલે તે સૌથી આધારભૂત અને ખતરનાક બેટ્સમેન સાબિત થયો છે. રિંકુ સિંહનું સ્થાન વર્લ્ડ કપ માટેની ટીમમાં લગભગ નક્કી જ છે.
મુકેશ કુમાર: આ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા સામે પોતાની બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. મીડિયમ પેસ પર સારા યોર્કર ફેંકવાની તેની પાસે ક્ષમતા છે. તેની ઈકોનોમી અન્ય બોલરોની સરખામણીમાં ખૂબ જ સારી છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં સારી બોલિંગ કરવાની તેનામાં ક્ષમતા છે. મુકેશે T20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી નોંધાવી છે.
રવિ બિશ્નોઈ: T20 સીરિઝમાં સૌથી વધુ વિકેટ લઈ પ્લેયર ઓફ ધ સીરિઝ બનેલ રવિ બિશ્નોઈ ભારતીય સ્પિન બોલિંગનું ભવિષ્ય છે. તેની વિકેટ લેવાની ક્ષમતાએ બધાને પ્રભાવિત કર્યા છે. તે પેસ સાથે સ્પિન બોલિંગ કરી બેટ્સમેનોને ફસાવવામાં એક્સપર્ટ છે. આ સીરિઝ બાદ વર્લ્ડ કપ માટેની ટીમમાં રવિ બિશ્નોઈનું સ્થાન લગભગ નક્કી થઈ ગયું છે.
યશસ્વી જયસ્વાલ: અન્ય બેટ્સમેનોની સરખામણીમાં આ બેટ્સમેન ભલે ફ્લોપ સાબિત થયો હોય, પરંતુ ભારતને આક્રમક શરૂઆત આપવામાં તેનો મોટો હાથ છે. સાથે જ તે લાંબા શોટ રમી શકે છે અને શરૂઆતની ઓવરોમાં જ સામેની ટીમ પર દબાણ લાવી શકે છે. વર્લ્ડ કપમાં તેણે ઓપનરના ઓપ્શન તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.