Home ગુજરાત રાજસ્થાનમાં જીત મળતા જ નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી કહ્યું,

રાજસ્થાનમાં જીત મળતા જ નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી કહ્યું,

24
0

દેશભક્તિવાળી સરકાર જોઈએ છે. જે બધાનું સન્માન કરે :  નીતિન પટેલ

(જી.એન.એસ),તા.૦૩

અમદાવાદ

રાજસ્થાન-MP, છત્તીસગઢ… આખરે ત્રણેય રાજ્યોમાં મોદી મેજિક ફરી વળ્યું છે. આ જંગી જીતથી ભાજપના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છે. શરૂઆતના તમામ વલણોમાં ત્રણેય રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જે સ્પષ્ટ બહુમતીના સંકેત આપી રહ્યું છે. ત્યારે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને સહપ્રભારીની જવાબદારી સોંપાઈ હતી. ત્યારે રાજસ્થાનમાં જીત મળતા જ નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી હતી.  રાજસ્થાનની ચૂંટણીમાં સહપ્રહારી બનેલા નીતિન પટેલે ચૂંટણીના પરિણામો વિશે કહ્યું કે, ભારત દેશ જેની રાહ જોઈ રહી હતી એ શુભ દિવસ આજે આવી ગયો છે. 5 રાજ્યોની ચુંટણીમાં આજે પરિણામ આવી રહ્યાં છે. મને ગૌરવ છે કે ભાજપની સરકાર ત્રણ રાજ્યમાં બનવા જાઈ રહી છે. દેશના અનેક ભાજપી નેતાઓની આ મહેનત છે. મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર હતી અને શિવરાજ ચૌહાણે સુંદર કામગીરી કરી એ લોકોએ સ્વીકારી છે.

તેમણે રાજસ્થાનમાં ભાજપની જીત વિશે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને કાઢવા લોકો થનગની રહ્યા હતા. રાજસ્થાનમાં મને સહ પ્રભારીની જવાબદારી સોંપાઈ હતી. રાજસ્થાનમાં 115 સીટો પર બીજેપી આગળ છે, બીજેપીની સરકાર રાજસ્થાનમાં બનશે જ. અને એમાં હું સહપ્રભારી છું મને આનંદ અને ગૌરવ છે. રાજસ્થાનમાં મને અનેક લોકોએ કહ્યું હતું કે, આ કોંગ્રેસની સરકાર સૌથી ભ્રષ્ટ હતી અને હિન્દુ સમાજને નુકશાન કરવાનું કામ ચાલી રહ્યુ હતું.  નીતિન પટેલે કહ્યું કે, ભગવાનની યાત્રા ના નીકળે એવા પ્રયાસો થયા અને બીજા વર્ગના લોકોને સૌથી વધુ છૂટ આપતી અને કનૈયાલાલ દરજીની કટ્ટરવાદીઓ હત્યા કરી તેની ગંભીર અસર થઈ. ત્યારે લોકોએ ઈચ્છ્યુ કે દેશભક્તિવાળી સરકાર જોઈએ છે. જે બધાનું સન્માન કરે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરે એવી સરકાર જોઈએ. લાલ ડાયરી સૌ કોઈ જાણે છે. આ લાલ ડાયરીનું પ્રકરણ ખૂબ ચાલ્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field