વરરાજાએ હાથમાં પ્લે કાર્ડ રાખીને લખ્યું હતું “હા હું ઓર્ગન ડોનર છું”
(જી.એન.એસ),તા.૦૩
અમરેલી
ભરૂચના એક યુવકે પોતાના લગ્નમાં અનોખી પહેલ કરી છે. સમાજમાં અંગદાન વિશે જાગૃતિ આવે અને લોકો વધુને વધુ અંગદાન વિશે જાગૃત થાય તે માટે પોતાના લગ્નમાં અનોખો પ્રયાસ કર્યો હતો. ભરૂચના એક યુવક પાર્થ વાડોરિયાની જાન અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આવી હતી. આ જાનમાં વરરાજા સહિત જાનૈયાઓ પણ સમાજમાં અંગદાનની જાગૃતિ આવે તે માટે પ્લે કાર્ડ રાખ્યા હતા. અંગદાન જરૂરથી કરવું જોઈએ તેવા પ્લે કાર્ડ બનાવ્યા હતા. મુજેસર ગામે ભરૂચથી જાન આવી પહોંચતા દરેક જાનૈયાના હાથમાં અંગદાન વિશે પ્લે કાર્ડ હતા. જે સમગ્ર જેસર ગામે આકર્ષણનું એક કેન્દ્ર બન્યું હતું. વરરાજાની એન્ટ્રી બે ઘોડા ઉપર થઈ હતી. બે ઘોડા ઉપર ઉભા રહે, એને હાથમાં પ્લે કાર્ડ રાખીને હા હું ઓર્ગન ડોનર છું તેવું લખ્યું હતું.
લગ્નમાં વરરાજા વિવિધ રીતે અને અલગ સ્ટાઇલથી એન્ટ્રી કરતા હોય છે. પરંતુ ભરૂચના પાર્થ વાડદોરીયાએ પોતાના હાથમાં દિલ શેપના પ્લે કાર્ડ રાખીને સમાજમાં જાગૃતિ આવે અને એક અનોખો સંદેશ સમાજને મળે, લોકોને મળે તે માટે એક વિશેષ પ્રયાસ કર્યો હતો. લગ્નમાં દરેક જનનીઓના હાથમાં પ્લે કાર્ડમાં હા હું ઓર્ગન ડોનર છું તેવું લખ્યું હતું. પાર્થ વાળદોરીયાના લગ્નની કંકોત્રીમાં પણ અંગજાગૃતિ મેસેજ લખાયો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના લોકોએ પણ અંગદાનની જાગૃતિ માટેનો મેસેજ આપ્યો હતો. વર અને કન્યાએ સાત ફેરાના સંકલ્પ પહેલા અંગદાન વિશે સંકલ્પ લીધો હતો. અંગદાનથી અનેક લોકોની જિંદગી બચે છે અને નવું જીવન દાન પણ મળે છે. આમ ભરૂચથી આવેલી વાડદોરીયા પરિવારની જાન સમગ્ર મોટા મુંજીયાસર ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.