Home દુનિયા - WORLD ફિલિપાઈન્સમાં યુનિવર્સિટીના જીમમાં વિસ્ફોટ, ૪ લોકોના મોત, તપાસમાં લાગી પોલીસ

ફિલિપાઈન્સમાં યુનિવર્સિટીના જીમમાં વિસ્ફોટ, ૪ લોકોના મોત, તપાસમાં લાગી પોલીસ

39
0

યુનિવર્સિટીએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, આ સાથે ગવર્નર મામિન્ટલ એલોન્ટોએ હુમલાની નિંદા કરી હતી

(જી.એન.એસ),તા.૦૩

ફિલિપાઈન્સના મિડાનાઓ શહેરમાં 2 ડિસેમ્બર શનિવારના રોજ 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ ત્યાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. દરમિયાન, દક્ષિણ ફિલિપાઈન્સમાં યુનિવર્સિટીના જીમમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેના કારણે ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા જેમની હાલત ગંભીર છે. આ ઘટના મારાવી શહેરની મિંડાનાઓ સ્ટેટ યુનિવર્સિટીમાં ધાર્મિક મેળાવડા દરમિયાન બની હતી. તે સમયે ત્યાં ઘણા લોકો હાજર હતા. હુમલા બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ વિદેશી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા મૂર્ખતાહીન અને સૌથી જઘન્ય કૃત્યોની સખત નિંદા કરે છે..

તેમણે એમ પણ કહ્યું કે નિર્દોષો સામે હિંસા કરનારા ઉગ્રવાદીઓને હંમેશા આપણા સમાજના દુશ્મન માનવામાં આવશે. રાષ્ટ્રપતિ માર્કોસે હુમલાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સશસ્ત્ર દળોને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપી છે. બીજી તરફ મિંડાનાઓમાં લાનાઓ ડેલ સુર પ્રાંતના ગવર્નર મમિંટલ અલોન્ટો અડીઓંગ જુનિયરે પણ હુમલાની નિંદા કરી છે. એક નિવેદન જારી કરીને, તેમણે કહ્યું કે તેમના પ્રાંતમાં મૂળભૂત માનવ અધિકારોને જાળવી રાખવામાં આવે છે, અને આમાં ધર્મનો અધિકાર પણ સામેલ છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ પરના આતંકવાદી હુમલાની નિંદા થવી જોઈએ કારણ કે આ એવા સ્થળો છે જે શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને આપણા યુવાનોને આ દેશના ભવિષ્યના ઘડવૈયા બનાવે છે..

યુનિવર્સિટી અને પોલીસનું આ મામલે શું કહેવું હતું જે વિષે પણ જણાવીએ,.. હુમલા અંગે મિંડાનાઓ સ્ટેટ યુનિવર્સિટીએ કહ્યું કે તે ખૂબ જ ભયાનક છે, જેના કારણે યુનિવર્સિટી પ્રશાસને આગામી સૂચના સુધી તમામ વર્ગો સ્થગિત કરી દીધા છે. યુનિવર્સિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે આ મૂર્ખ અને ભયાનક કૃત્યની સખત નિંદા કરે છે અને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આ સાથે નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે વહીવટી તંત્ર અસરગ્રસ્તોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ મામલે પોલીસનું કહેવું છે કે, આ વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે અને એ પણ જાણવામાં આવશે કે શું વિસ્ફોટ ISIL (ISIS) તરફી લડવૈયાઓએ કર્યો હતો. નોંધનીય છે કે મિંડાનાઓ સશસ્ત્ર અલગતાવાદી જૂથોના બળવા વચ્ચે દાયકાઓથી હિંસા સામે ઝઝૂમી રહ્યા છે. ગયા શનિવારે, ફિલિપાઇન્સની સૈન્યએ જાહેરાત કરી હતી કે તેણે મારાવીથી લગભગ 200 કિમી (એટલે કે 125 માઇલ જેટલું અંતર) દૂર એક ઓપરેશન દરમિયાન 11 લડવૈયાઓને મારી નાખ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field