Home ગુજરાત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ અંતર્ગત ; રાજ્યની ૧,૦૬૦ ગ્રામ પંચાયતોમાં તમામ ૧૦૦...

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ અંતર્ગત ; રાજ્યની ૧,૦૬૦ ગ્રામ પંચાયતોમાં તમામ ૧૦૦ ટકા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અપાયા

28
0

•             ૧,૫૭૦ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે ૧,૧૭૮ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવાયા

•             રાજ્યની ૧,૨૪૪ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા ખેડૂતોને પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવાયા

•             ૧,૫૫૧ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝેશન કરાયો

•             રાજ્યમાં ૯૦,૨૪૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયા જેમાંથી ૫૩,૭૫૪ કાર્ડનું સ્થળ પર વિતરણ કરાયું

•             વિવિધ આરોગ્ય કેમ્પમાં ૨.૨૦ લાખથી વધુ નાગરિકોની તપાસ કરાઇ

•             રાજ્યમાં યાત્રા અંતર્ગત સૌથી વધુ દાહોદ જિલ્લાના ૨૧૨ ગામ આવરી લેવાાયા

(જી.એન.એસ),તા.૦૨

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને ગુજરાતના તમામ જિલ્લાઓમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યની ૧,૦૬૦ ગ્રામ પંચાયતોમાં તમામ ૧૦૦ ટકા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. ૧,૫૭૦ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે ૧,૧૭૮ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં ૧,૨૪૪ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે. આ ઉપરાંત ૧,૫૫૧ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યો છે.

વધુમાં તા. ૧ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં બનાસકાંઠાના ૫૨ ગામ, ભરૂચના ૫૩, છોટાઉદેપુરના ૯૮, ડાંગના ૬૮, દાહોદના ૨૧૨, નર્મદાના ૭૪, સુરતના ૧૨૦,  વલસાડના ૭૬, મહેસાણાના ૮૩, પાટણના ૭૨, બોટાદના ૪૦, સુરેન્દ્રનગરના ૮૮, મોરબીના ૫૪, પોરબંદરના ૩૬, કચ્છના ૯૬, અમરેલીના ૮૦, રાજકોટના ૭૫, જામનગરના ૫૯, ગીર સોમનાથના ૪૮, જૂનાગઢના ૬૪, દેવભૂમિ દ્વારકાના ૨૪, ભાવનગરના ૪૨, અમદાવાદના ૨૨, આણંદના ૨૩, અરવલ્લીના ૧૨, ગાંધીનગરના ૧૪, ખેડાના ૦૮, મહીસાગરના ૧૨, નવસારીના ૨૦, પંચમહાલના ૨૮, સાબરકાંઠાના ૦૮, તાપીના ૧૨, તથા વડોદરા જિલ્લાની ૨૬ એમ કુલ ૧,૭૯૯ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૫,૧૭,૪૫૨ ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ ૪.૮૭ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ૯૦,૨૪૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ૫૩,૭૫૪ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.

આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૨,૨૦,૫૧૩ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત ૧,૧૦,૬૪૬ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૩૩,૧૯૪ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત’ અંતર્ગત કુલ ૧૭, ૧૭૯ સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૧, ૬૭૬ નામ નોંધવામાં આવ્યા છે. ૬,૧૮૯ મહિલાઓને, ૧૦,૫૮૦ વિદ્યાર્થીઓને, ૨,૨૨૨ રમતવીરોને તેમજ ૧,૩૫૨ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જૂબાની’ અંતર્ગત ૧૦,૩૯૪ લાભાર્થીઓ પોતાના પ્રતિભાવ આપ્યા છે. ૧,૨૨૫ ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ  ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત ૩,૮૩૫ નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા ૧૩,૭૧૨ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. ગુજરાતની ૧,૫૧૨ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે તેમ, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field