Home ગુજરાત નશાકારક કફ સિરપ બનાવવામાં મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

નશાકારક કફ સિરપ બનાવવામાં મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

24
0

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાથી મુજાહિદ ઉર્ફે મોઈન પઠાણની ધરપકડ કરી

(જી.એન.એસ),તા.૩૦

અમદાવાદ

યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ બાદ હવે નશાકારક સીરપ પણ બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. જોકે આવી નશાકારક સીરપનાં વેચાણ ઉપર પોલીસ પણ વોચ રાખીને બેઠી છે અને કાર્યવાહીઓ કરી રહી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માહિતીને આધારે નશાકારક કફ સિરપ બનાવવામાં જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કફસિરપ બની અને વેચાણ થાય તે પહેલા જ તેના કાચા માલ ને પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે દાણીલીમડા વિસ્તાર માથી મુજાહિદ ઉર્ફે મોઈન પઠાણની ધરપકડ કરી છે. તેની પાસેથી ડ્રાય કફ માટે વપરાતું મેટાહિસ્ટ- એસ નામના સિરપનો 18 લિટર અને એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત 49 નંગ Nitrazepam ટેબ્લેટનો જથ્થો પકડી પાડયો છે. આ ઉપરાંત મેટાહીસ્ટ-એસ અને નાઈટ્રાઝીપામ ટેબલેટના મિશ્રણ વાળું શંકાસ્પદ પ્રવાહી પણ પોલીસે કબજે કર્યું છે. તેમજ રેક્સોડેકસ નામની કફ સીરપના સ્ટીકર પણ પોલીસને મળી આવ્યા છે.

નશાકારક કફ સીરપ બનાવવાના જથ્થા સાથે પકડી પાડેલા મુજાદિન નામના આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી મુજાદિન આર્થિક સંકડામણમાં હતો અને પોતે પણ નશો કરવાની ટેવ ધરાવતો હતો. જલ્દી પૈસા કમાવવા માટે તેણે નશાકારક કફસીરપ બનાવી તેનો વેચાણ કરવાનું વિચાર્યું હતું. નશાકારક કફસીરપ બનાવવા તેણે પોતાના ભાડુઆત સૈફુદીન નાગોરીની મદદ લીધી હતી. સૈફુદીન નાગોરી ખમાસા ખાતે આવેલા દેસાઈ મેડિકલ સ્ટોર માંથી મેટાહિસ્ટ-એસ નામનું ડ્રાય કફ માટે વપરાતું સિરપ ખરીદી કર્યું હતું અને તે સીરપને વધુ નશાકારક બનાવવા જુહાપુરામાં આવેલા મેડમેક્સ નામની દવાની દુકાનમાંથી કોઈપણ પ્રિસ્ક્રીપ્શન વગર 50 નંગ NITRAZEPAM ટેબ્લેટ ખરીદી હતી. જોકે જુહાપુરામાં આવેલી મેડીમેક્સ નામની હોલસેલ દવાની દુકાનમાં કામ કરતો હતો. જેથી તેણે ત્યાંથી પ્રતિબંધિત દવા પોતાના જ નામે બિલ બનાવી પોતે ખરીદ કરી હતી. જે બાદ આ બંને ટેબલેટ અને સીરપનું મિશ્રણ કરી તેને નાની બોટલોમાં ભરી તેનું વેચાણ કરવાના હતા પરંતુ તે પહેલા તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાઈ ચૂક્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદાહોદમાં નકલી કચેરીના કેસમાં વધુ એક અધીકારીની ધરપકડ
Next articleવડોદરાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળો વકરતાં પાણીપુરી પર પ્રતિબંધ