(જી.એન.એસ),તા.૨૯
ગાંધીનગર,
‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
‘ઠક્કરબાપા’ના તૈલચિત્રને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા બાદ શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં ‘ઠક્કરબાપા’એ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખુબ જ ઉમદા કાર્ય કર્યું હતું. આ ઉપરાંત ‘ઠક્કરબાપા’એ અસહકારની લડતમાં ધરપકડ, દોઢ માસનો જેલવાસ, અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય, બંધારણમાં અનુસૂચિત જાતી અને જનજાતિ સમુદાય માટે દેશહિતના કામો પણ તેમણે કર્યા હતા.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને પૂજ્ય ઠક્કરબાપાને પુષ્પ અર્પણ કર્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.