(GNS),29
ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા બાદ પરિવારના લોકોએ કહ્યું અમે ખુબ જ ખુશ છીએ. લોકોએ કહ્યું અમે આજે દિવાળી મનાવી છે. જે લોકો આ કામમાં જોડાયેલા હતા. તેનો અમે ખુબ આભાર માનીએ છીએ. સરકારની સાથે જે પણ કર્મચારીઓ ટનલમાંથી શ્રમિકોને બહાર નીકાળવામાં મદદ કરી રહ્યા હતા તે તમામ લોકોનો આભાર, સિલ્ક્યારા-દંડલગાંવ ટનલ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જેવા હિંદુ તીર્થસ્થાનો સાથે કનેક્ટિવિટી વધારવા માટે મહત્વાકાંક્ષી ચાર ધામ પ્રોજેક્ટનો એક ભાગ છે..
દિવાળીના દિવસે સવારે લગભગ 5.30 વાગ્યે ભૂસ્ખલનને કારણે સિલ્ક્યારા-દાંદલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને ટનલમાં કામ કરી રહેલા 41 શ્રમિકો ફસાયા હતા. આ તમામ શ્રમિકોને હાલ તો હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે પરંતુ આ શ્રમિકો હોસ્પિટલની બહાર આવતા જ ખુબ ખુશ જોવા મળી રહ્યા હતા. ટનલમાંથી બહાર આવતા જ શ્રમિકોએ કહ્યું જીવ બચાવવા માટે આભાર, હાલ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે શ્રમિકો ટનલમાંથી બહાર આવ્યા તો તેને પહેલો પ્રશ્ન હતો ભારતે વર્લ્ડ કપ જીત્યો..
હવે પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. વર્લ્ડ કપ-2023ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. આ હાર ઓસ્ટ્રેલિયાના હાથે થઈ હતી, પરંતુ ભારતીય ટીમે વર્લ્ડકપમાં ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. તે ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની ખૂબ નજીક હતી. પરંતુ આ સપનું ઓસ્ટ્રેલિયાની ટીમે તોડી નાંખ્યું હતુ. પરંતુ વર્લ્ડકપ 2023ના મોટાભાગના એવોર્ડ ભારતીય ટીમના ખેલાડીએ જીત્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.