TRB જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છે
(જી.એન.એસ),તા.૨૮
અમદાવાદ
હાલમાં જ ગુજરાત પોલીસને મદદરુપ રહેલ TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. TRBના જવાનો કેટલાક તોડના કિસ્સાઓમાં સામેલ હોવાનુ સામે આવ્યુ હતુ. આવી પરિસ્થિતિઓને કારણે જ લાંબા ગાળાથી TRB જવાન તરીકે સેવા આપતા જવાનોને તબક્કાવાર છૂટા કરવાની વાત હતી. TRB જવાનોને લઈ લોકોમાં પણ અસમંજસ હોય છે કે, તેમની કામગીરી ખરેખરમાં શું હોય છે. અહીં જણાવીશુ કે શુ હોય છે. નાગરીકે પણ તેમની કામગીરીમાં સહકાર આપવો જરુરી ફરજ છે. સાથે જ ટ્રાફિક બ્રિગેડ એટલે કે TRBના જવાનોએ પણ નાગરીકોને ટ્રાફિકમાં સરળતા અને સલામતી રહે એ પ્રકારે ફરજ બજાવવી જરુરી છે.
આ દરમિયાન ગુજરાત પોલીસે TRB અંગેની જાણકારીને સોશિયલ મીડિયા મારફતે જારી કરી છે. જેમાં TRBની ફરજ અને તેમની ફરજમાં ક્ષતિ કે તેમના દ્વારા ગેરવર્તણૂંક જોવા મળે તો તે અંગેની ફરિયાદ કરવા માટેની જાણકારી પણ દર્શાવવામાં આવી છે. ગુજરાત પોલીસની આ જાણકારીની પોસ્ટ પણ ખૂબ જ વાયરલ કરવામાં આવી છે. TRB જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છે. એટલે કે પોલીસ દ્વારા ટ્રાફિકનુ જે સંચાલન અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં તેઓ દ્વારા સહાયતારુપ કામગીરી નિભાવવાની હોય છે. સૌથી મહત્વની વાત.
TRB જવાન પોતાની ફરજ દરમિયાન વાહન ચેકિંગ કરી શકતા નથી. દસ્તાવેજ ચેકિંગ પણ કરી શકતા નથી. એટલે કે વાહન ચાલક કે વાહન અંગેના દસ્તાવેજોનું ચેકિંગ TRB જવાન કરી શકાશે નહીં. વાહન ચાલકને મેમો આપવાની પણ સત્તા TRB જવાનને નથી. આમ વાહન ચાલકોને જ્યારે ટ્રાફિક સંચાલન કરતા TRB જવાન દ્વારા આવી વાત કરવામાં આવે તો ડરવાની જરુર નથી અને આ માટે તમે જાગૃત નાગરીક તરીકે તેમની સાથે વાતચીત કરવી જોઈએ.આમ છતાં પણ કોઈ TRB જવાનની ગેરવર્તણૂંક જણાય તો ટ્રાફિક શાખાનો સંપર્ક કરવો જોઈએ. ટ્રાફિક શાખામાં ફરિયાદ કરીને વર્તણૂંક અંગેની જાણ કરવી જોઈએ અને એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરવી જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.