Home દેશ - NATIONAL ઈન્ડિગો ફ્લાઈટમાં મહિલા પરેશાન થતી રહી, એર હોસ્ટેસે કહ્યું- સીટ નીચે તપાસ...

ઈન્ડિગો ફ્લાઈટમાં મહિલા પરેશાન થતી રહી, એર હોસ્ટેસે કહ્યું- સીટ નીચે તપાસ કરો…

26
0

(GNS),27

ઇન્ડિગો એરલાઇનની પુણે-નાગપુર જતી ફ્લાઇટમાં એક આશ્ચર્યજનક ઘટના બનવા પામી છે, વાત એવી છે કે એક મહિલા પેસેન્જરને તેની સીટ પરથી ગાદી ગાયબ થતાં આશ્ચર્ય થયું હતું. ઘટના રવિવારની છે. નાગપુરની રહેવાસી સાગરિકા એસ. પટનાયક પુણેમાં ફ્લાઇટ 6E-6798 માં જવાના હતા અને તેમને વિન્ડો સીટ 10A ફાળવવામાં આવી હતી, પરંતુ જ્યારે તે સીટ લેવા આવે છે ત્યારે તે સીટ પર બેસવા માટે કોઈ ગાદી ન હતી, માત્ર મેટલની જ હતી. તેના પતિ સુબ્રતાએ સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા પર તેની ફરિયાદ વ્યક્ત કરતા કહ્યું કે તેણે તરત જ કેબિન ક્રૂ સાથે આ મુદ્દે વાત કરી હતી. પછીથી ક્રુ મેમ્બરે સાગરિકાને સીટ બદલી આપી હતી.. સાગરિકાના પતિએ સવાલ કર્યો કે સીટ કુશન આ રીતે ગાયબ કેવી રીતે થઈ શકે? ઇન્ડિગો જેવી એરલાઇન બ્રાન્ડ પાસેથી આની અપેક્ષા નહોતી. જો કે એરલાઈન્સે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે ગાદી સફાઈ માટે લેવામાં આવી હતી. સાગરિકાના પતિએ કહ્યું, “સાગરિકાએ કેબિન ક્રૂને આ બાબતે વાત કરી હતી. બોર્ડિંગ હજુ ચાલુ હતું અને તેને કોરિડોરમાં ઊભા રહેવાની ફરજ પડી હતી, જેના કારણે અન્ય મુસાફરો માટે સમસ્યા ઊભી થઈ હતી. આખરે, એક ક્રૂ મેમ્બર એક વધારાની સીટ આપી હતી.”ઇન્ડિગો જેવી એરલાઇન બ્રાન્ડ પાસેથી આ ચોક્કસપણે અપેક્ષિત નથી.”..

ઈન્ડિગોના સૂત્રોએ જણાવ્યું હતું કે ગાદી ગંદી થઇ ગઇ હોય તેની સફાઇ માટે તેને કાઢવામાં આવી હતી. કેટલીકવાર, સીટ કુશન તેના વેલ્ક્રોથી અલગ થઈ જાય છે. અમારા ક્રૂની મદદથી તેને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. એરલાઈને વધુમાં જણાવ્યું હતું કે તેમના પ્રતિસાદની નોંધ લેવામાં આવી છે અને તેઓ ભવિષ્યમાં આવી કોઇ સ્થિતી ન બને તેની કાળજી રાખવામાં આવશે. વધુમાં ઇન્ડિગો તરફથી કહેવામાં આવ્યું કે જ્યારે પણ પ્લેન ટેક ઓફ માટે તૈયાર થાય છે, ત્યારે સફાઈ ટીમ બોર્ડિંગ કરતા પહેલા સંપૂર્ણ તપાસ માટે આવે છે.. હવે સવાલ એ છે કે શું કેબિન ક્રુ એ ગુમ થયેલ ગાદીની નોંધ લીધી નહીં હોય? કેબિન ક્રૂ, જેઓ પ્લેનમાં સૌથી પહેલા પ્રવેશ્યા હતા, તેમણે પણ તેને જોયુ નહીં હોય? અવારનવાર પ્રવાસ કરતા કનિષ્ક ગુપ્તાએ જણાવ્યું હતું કે આવી બેદરકારી હવે સામાન્ય બની ગઈ છે. તેણે કહ્યું, “એક મહિના પહેલા, હું દિલ્હીથી કેનેડા ગયો હતો અને તે દરમિયાન કોઈ સ્ક્રીન કામ કરતી ન હતી. “ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર પણ, મેં લાઇફ જેકેટ્સ વેરવિખેર જોયા છે “

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબુશરા બીબીના પૂર્વ પતિનો આરોપ કે, ઈમરાને છેતરપિંડીથી લગ્ન કર્યા
Next articleપૈસા માટે લોભી વ્યક્તિ કઈ પણ કરવા તૈયાર થઈ જાય.. તેવું તાજું ઉદાહરણ સામે આવ્યું