(GNS),27
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેઓની સામે આ કેસ બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ મનેકાએ ગઈકાલે એટલે કે 25 નવેમ્બરે દાખલ કર્યો છે. ફરીદ મનેકાએ ઈમરાન ખાન અને બુશરાએ કપટથી લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે અને કોર્ટમાં અરજી કરી છે..
ફરીદ મનેકાએ ઈસ્લામાબાદ ઈસ્ટના સીનિયર સિવિલ જજ કુદ્રતુલ્લાહની કોર્ટમાં કલમ 34 (સામાન્ય હેતુ), 496 (માન્ય લગ્ન વિના કપટ દ્વારા લગ્ન) અને કલમ 496 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કેસની સુનાવણી દરમિયાન ફરીદ મનેકાએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 200 હેઠળ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. તે દરમિયાન મનેકાએ ફરી કહ્યું છે કે, ઈમરાનને કારણે તેનું લગ્નજીવન બરબાદ થયું છે..
ફરીદ મનેકા દ્વારા કરવામાં આવેલા આ આરોપો પર કોર્ટે આ કેસમાં 3 સાક્ષીઓ ઈસ્તેખામ-એ-પાકિસ્તાન પાર્ટીના સભ્ય અવન ચૌધરી, ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્ન કરાવનાર મુફ્તી મોહમ્મદ સઈદ તેમજ મનેકાના ઘરના કર્મચારી લતીફને નોટિસ જાહેર કરી છે. જે અનુસાર કોર્ટે આ ત્રણેયને 28 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે..
ફરીદ મનેકા કોર્ટને વિનંતી કરી છે કે, ઈમરાન ખાન અને બુશરા બીબીને સમન્સ મોકલવામાં આવે અને બંનેને કાયદા અનુસાર કડક સજા આપવામાં આવે. થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ફરીદ ખાવર મનેકાએ ઈમરાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું હતું, પરંતુ ઈમરાનના કારણે તે બરબાદ થયું હતું..
તેમણે કહ્યું કે, ઈમરાન ખાન ઘણી વખત તેમના ઘરે જતો હતો અને તેમની ગેરહાજરીમાં તેમની પત્ની બુશરા બીબીને મળતો હતો. ઈમરાન અને બુશરા રાત્રે કલાકો સુધી ફોન પર વાત કરતા હતા. આ બાબતે ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી અને મનેકાના આરોપોની ટીકા કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.