Home ગુજરાત કમોસમી વરસાદમાં વીજળી પડતાં 8 લોકોનાં મોત

કમોસમી વરસાદમાં વીજળી પડતાં 8 લોકોનાં મોત

26
0

અમરેલી, બોટાદ, વિરમગામ અને કડીમાં 4 યુવકો, બનાસકાંઠાના વાવમાં વીજળી પડતાં 10 વર્ષીય બાળકી અને સાબરકાંઠામાં એક મહિલાનું મોત નિપજ્યું

(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૬

ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતે સૌરાષ્ટ્રને પણ ધમરોળ્યું છે. રાજકોટ અને અમરેલીના અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, હાલ જગતનો તાત છે ચિંતામાં છે. શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ છે. કેમ કે ભર શિયાળે વરસાદ શરૂ થયો છે. અમદવાદના મોટા ભાગના વિસ્તારમાં કમનસીબીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ એ લોકો પર કહેર બનીને વરસ્યો છે, જેમના ઘરે પ્રસંગો લેવાયા હતા. ગુજરાતમાં અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદે 9 લોકોનો ભોગ લીધો છે, જેમાં 8 લોકોના વીજળી પડવાથી મોત થયા છે. તો સુરતના બારડોલીમાં મઢી ગામે એક ખેતરમાં વીજળી પડતા એકસાથે આઠ જેટલી મહિલાઓ દાઝી જવાનો બનાવ બન્યો છે.  ભરશિયાળે આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે કુલ 212 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ગીરસોમનાથના તાલાલા, જૂનાગઢના વંથલી અને ભરૂચના અંકલેશ્વરમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પરંતું કમોસમી વરસાદથી મોતના આંકડા પણ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસી ગયેલા ઘાતક વરસાદી 9 લોકોનાં મોત નિપજ્યા છે. તો વીજળી પડવાથી 8 લોકોના મોત નિપજ્યા છે. બારડોલી તાલુકાના મઢી ગામમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ. ખેત મજુરી કરતી શ્રમિક મહિલાઓ ઉપર વીજળી પડી હતી. આઠ જેટલી મહિલાઓ ખેતરમાં મરચા તોડી રહી હતી, તે દરમિયાન ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા આઠ જેટલી મહિલાઓ દાઝી ગઈ હતી. આઠેય મહિલાઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જેમાં 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ. અન્ય 4 પેકી ની 1 ની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખાતે ખસેડાઈ છે. ખેડાના કઠલાલમાં વીજળી પડતાં 10 પશુઓના મોત નિપજ્યા છે. ઘોઘાવાવ ગમામાં વીજળી પડવાથી 10 બકરીઓના મોત થયા. સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મોસમી માવઠામાં વીજળી પડતા બકરીઓના મોત થયા. સરકારી અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પણ પંચનામુ કરી પશુઓના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભરશિયાળે વરસાદ, અમદાવાદમાં ધોળા દિવસે અંધારપટ છવાયો
Next articleદૈનિક રાશિફળ (તા.૨૮-૧૧-૨૦૨૩)