(જી.એન.એસ),તા.૨૬
ભારતના ઈતિહાસમાં 26મી નવેમ્બરનો દિવસને ક્યારેય નહી ભુલી શકે છે. 26 નવેમ્બર 2008ઓ દિવસ જેને લઈને આજે પણ દેશવાસીઓના મનમાં ગુસ્સો છે. આ દિવસે આતંકવાદીઓએ અત્યાર સુધીનો સૌથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જેમાં 18 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આજે તે વાતને 15મી વર્ષ થઈ ગયા છે. 2008માં આ દિવસે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈની બે ફાઈવ સ્ટાર હોટલ, એક હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને એક યહૂદી કેન્દ્રને નિશાન બનાવ્યું હતુ.
26 નવેમ્બર 2008નો દિવસ મુંબઈમાં બીજા દિવસ જેવો જ હતો. શેરીઓથી લઈને બજારો સુધી ધમધમાટ હતો. દરરોજની જેમ આજે પણ લોકો મરીન ડ્રાઈવ પર દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા. કોઈને ખ્યાલ નહોતો કે મૃત્યુ સમુદ્રના મોજાની જેમ તેમની તરફ આગળ વધી રહ્યું છે. જેમ જેમ રાત નજીક આવી રહી હતી તેમ તેમ બજારોમાં દરરોજની જેમ લોકોની ભીડ વધતી જતી હતી, પરંતુ કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો આ રાત કાળી રાત બની જશે. લશ્કર-એ-તૈયબાના તમામ 10 આતંકવાદીઓએ મુંબઈમાં દરિયાઈ માર્ગે પ્રવેશ્યા હતા.
તમામનો ઉદ્દેશ્ય દેશમાં આતંક ફેલાવવાનો હતો. મુંબઈ આતંકવાદી હુમલાની આખી યોજના કેટલાક મહિનાઓ અગાઉથી જ તૈયાર હતી. ભારતીય સેનાને ફસાવવા માટે, તેઓએ પહેલા ભારતીય બોટને હાઇજેક કરી અને તેના તમામ લોકોને મારી નાખ્યા. આ પછી, તેઓ બોટ દ્વારા રાત્રે 8 વાગ્યે કોલાબા નજીક માછલી બજાર ખાતે દરિયાઈ માર્ગે ઉતર્યા અને ટેક્સી દ્વારા પોતપોતાના સ્થળો તરફ ગયા. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરો બે જૂથોમાં વહેંચાયેલા હતા.
હુમલાખોરોએ નરીમન હાઉસના યહૂદી કેન્દ્ર ચાબડ હાઉસ પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં ચાબડ મૂવમેન્ટના ડિરેક્ટર ગેબ્રિયલ હોલ્ઝબર્ગ અને તેની પત્ની રિવકા સહિત છ લોકો માર્યા ગયા હતા, પરંતુ તેમનો બે વર્ષનો પુત્ર મોશે બચી ગયો હતો. આતંકવાદીઓએ લિયોપોલ્ડ કાફેને નિશાન બનાવ્યું હતું. આ કાફેમાં મોટાભાગે વિદેશીઓ આવે છે. હુમલાખોરો જેવા કેફે પહોંચ્યા કે તરત જ તેઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. કેફેમાં થયેલા ફાયરિંગમાં 10 લોકોના મોત થયા હતા.
મુંબઈ હુમલામાં આતંકવાદીઓએ દેશના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ને નિશાન બનાવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં મુસાફરો હાજર રહ્યા હતા. હુમલાખોરો અહીં પહોંચ્યા અને અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દીધી.સ્ટેશન પર થયેલા ફાયરિંગમાં સૌથી વધુ 58 લોકો માર્યા ગયા હતા. આતંકવાદી અજમલ કસાબ અને તેનો એક સહયોગી સીએસએમટી સ્ટેશનની બહાર આવ્યા બાદ કામા હોસ્પિટલમાં દાખલ થયા. આ હોસ્પિટલમાં લગભગ પાંચ કલાક સુધી હંગામો ચાલુ રહ્યો હતો. આ હુમલામાં કામા હોસ્પિટલના બે ચોકીદાર શહીદ થયા હતા અને ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આતંકવાદીઓએ મુંબઈના ગૌરવ એવા ગેટવે ઓફ ઈન્ડિયા પાસે આવેલી 105 વર્ષ જૂની તાજમહેલ હોટેલને નિશાન બનાવી હતી.હોટેલ પર હુમલો થયો ત્યારે રાત્રિભોજનનો સમય હતો. રાત્રે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થતાં ઘણા લોકો હોટલમાં એકઠા થઈ ગયા હતા. તાજમહેલ હોટલમાં 31 લોકોના મોત.હુમલાખોરો નરીમાન પોઈન્ટ ખાતે આવેલી ઓબેરોય હોટલમાં પણ મોટા પ્રમાણમાં દારૂગોળો સાથે ઘૂસ્યા હતા. તે સમયે હોટલમાં 350 થી વધુ લોકો હાજર હતા. અહીં હુમલાખોરોએ ઘણા લોકોને બંધક પણ બનાવ્યા હતા, પરંતુ નેશનલ સિક્યુરિટી ગાર્ડના જવાનોએ બંને હુમલાખોરોને ઠાર કરી દીધા હતા.
સ્ટેશન અને કાફેથી શરૂ થયેલો આ તાંડવ તાજ હોટેલ પર સમાપ્ત થયો. આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે 60 કલાકથી વધુ સમય સુધી અથડામણ ચાલી હતી, પરંતુ તેમ છતાં આતંકવાદીઓને ખતમ કરી શકાયા ન હતા. જે બાદ સુરક્ષાકર્મીઓએ NSG કમાન્ડોને બોલાવ્યા જેમણે તમામ આતંકીઓને ઠાર કર્યા. આતંકવાદીઓમાં સામેલ કસાબને પોલીસે જીવતો પકડી લીધો હતો, જેને ફાંસી આપવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.