Home ગુજરાત ગુજરાતના ખેડૂતો પાણીચોર..!?, કેનાલો પર પોલીસ પહેરો…!!!

ગુજરાતના ખેડૂતો પાણીચોર..!?, કેનાલો પર પોલીસ પહેરો…!!!

602
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે કૃષિ ઉન્નત મેળાના કાર્યક્રમમાં 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત ને ખાતરી આપી છે પરંતુ ગુજરાતમાં લાખો ખેડૂતોને ઉનાળુ વાવેતર માટે નર્મદા નું પાણી નહિ આપવાનો નિર્ણય અને ખેડૂતો પાણીચોર છે એમ માની ને કેનાલ ખાતે પોલીસ પહેરો મૂકી દેવાથી એ ખેડૂતોની આવક કઈ રીતે બમણી થશે તેનું ગણિત ભાલ્ભાલાગનીતના શિક્ષકોના ગળે પણ ઉતરતું નથી. ખેડૂતોને પાણીચોર માની પોલીસ પહેરો મુકવાથી ખેડૂતોમાં ભારે રોષ જો મળી રહ્યો છે.
વડાપ્રધાન મોદી એક બાજુ ખેડૂતોની આવક બમણી કરવા મથામણ કરી રહ્યા છે,કૃષિ નિષ્ણાતોને કામે લગાડી રહ્યા છે જ્યારે બીજી બાજુ એમના જ હોમ સ્ટેટ માં ખેડૂતો ખેતી માટે પાણી નહિ મળતા લાચાર બન્યા છે. ગુજરાતમાં અંદાજે ૮ લાખ હેકટરમાં ઉનાળુ વાવેતર થાય છે. પરંતુ આ વખતે સરકારે નર્મદામાં પાણી નથી અને જે પાણી નો જથ્થો છે તે પીવા માટે અનામત રાખવામાં આવ્યો હોવાનું જાહેર કર્યું છે. સરકારે ખેડૂતો કેનાલમાંથી પાણી ચોરી ના લે તે માટે કેનાલ ખાતે ઠેર ઠેર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે સરકારે ખેડૂત અને પોલીસ ને સામસામે લાવી દીધા છે. કેનાલ ફરતે બંદૂકધારી પોલીસ બેસાડી ને સરકારે ગરીબ અને લાચાર ખેડૂતોને પાણીચોર માની લીધા છે ત્યારે પાણી વગ તેઓ ખેતી નહિ કરે તો તેમની આવક બમણી તો એક બાજુએ રહી પણ સીગલ આવક પણ થવાની નથી.
કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો કહે છે કે ભાજપ સરકારે ચૂંટણી વખતે ઉત્સવ અને તાયફામાં મોંઘુ પાણી વેડફી નાંખ્યું અને હવે પોતાનો કોઈ વાંક કાઢવાને બદલે નબળા ચોમાસાનો વાંક કાઢીને સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે. જો આ પાણી ને સાચવી રાખવામાં આવ્યું હોત તો લાખો ખેડૂતોને ઉનાળુ વાવેતર માટે આમ માથે હાથ દઈને બેસી રહેવાનો વારો આવ્યો ના હોત. પાડાના વાંકે પખાલીને ડામ કહેવત અનુસાર સરકાર પોતાની ભૂલ છુપાવા ખેડૂતોને પોલીસના હવાલે કરી દીધા છે. કોંગ્રેસ એમ પણ કહે છે કે મુખ્યમંત્રી રૂપાણીની સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન મોદીની યોજના પર પાણી ફેરવી નાંખ્યું છે.
આ સંજોગોમાં જગતના તાતનો જીવ ઊંચો થઇ ગયો છે. સરકારે મહિના પહેલાં જ ઊનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં મળે તેની જાહેરાત કરી હતી, હવે અમલવારી શરુ કરતાં સિંચાઇ માટે જળ વિતરણ અટકી રહ્યું છે.
ગીર સોમનાથમાં સિંચાઇ કરતાં મહત્ત્વના ડેમ છે જેમાં હિરણ-1 અને હિરણ-2 ડેમ છે. આ બંને ડેમમાં સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય લેવાયો છે. આમ થતાં જિલ્લાન તાલાળા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો ચિંતાતુર થઇ ગયાં છે. ખેડૂતોએ આ મુદ્દે 3 દિવસ માટે ક્લેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન શરુ કરી દીધું છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજેન્દ્ર ત્રિવેદી આટલી મોટી સજા માટે તૈયાર નહોતા, ભાજપે હોળીનું નાળિયેર બનાવી દીધા…!?
Next articleભાજપ પણ સહમત..!!? ઇવીએમ આઉટ..!, બેલેટ યુગ પાછો ફરશે?